રાણપુર તાલુકા ના સરપંચો દ્વારા રાણપુર તાલુકા પંચાયત સામે આત્મવિલોપન પ્રયાસ કરવામાં આવ્યો

0
34

તાલુકા પંચાયતના હિશાબી શાખાના અધિકારીની મનમાની લીધે સરપંચ યુનીયનના પ્રમુખનો આત્મવિલોપનનો પ્રયાસ

બોટાદ જીલ્લા ના રાણપુર તાલુકા સરપંચ એસોસિએશન દ્વારા રાણપુર તાલુકા પંચાયત સામે કેરોસીન છાંટી આત્મવિલોપન નો પ્રયાસ કરવામાં આવ્યો હતો તાલુકા પંચાયતના હિશાબી શાખાના અધિકારી ની મનમાની તેમજ 14 માં નાણાં પંચ ના કામોની વહીવટી મંજૂરી ન આપતા રાણપુર તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ દ્વારા આત્મવિલોપન નો પ્રયાસ કરવામાં આવ્યો હતો રાણપુર તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ જાદવભાઈ ધાડવી દ્વારા આત્મવિલોપન નો પ્રયાસ કરતા અફડાતફડી ના દ્રશ્યો સર્જાયા હતા આત્મવિલોપ ની જાણ રાણપુર પોલીસ ને થતા પોલીસ દ્વારા સરપંચ એસોએસિએશન ના પ્રમુખ જાદવભાઈ ધાડવીની પોલીસ દ્વારા આત્મવિલોપન કરે તે પહેલાં અટકાયત કરવામાં આવી હતી

તસવીર-વિપુલ લુહાર,રાણપુર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY