બોટાદ જીલ્લાના લાખયાણી ગામના ખુનની કોશીષ જેવા ગુન્હાના ફરાર આરોપીને ઝડપી પાડતી બોટાદ એસ.ઓ.જી. ટીમ

0
25

અશોક કુમાર, નાયબ પોલીસ મહાનિરિક્ષક ભાવનગર વિભાગ, ભાવનગર આગામી લોકસભા ચૂંટણી અંતર્ગત બોટાદ જીલ્લાના પેરોલ જમ્પ તથા નાસતા ફરતા આરોપી શોધી કાઢવા સુચના આપેલ હોય જે અનુસંધાને હર્ષદ મહેતા પોલીસ અધીક્ષક બોટાદની સુચનાથી એસ.ઓ.જી.શાખા બોટાદ દ્વારા સદર કામગીરી હાથ ધરતા બોટાદ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૬૨/૧૪ ઇ.પી.કો.કલમ ૩૦૨,૩૦૭, વિ.ના કામનો આરોપી દાનાભાઇ સાજણભાઇ ચાવડા રહે.લાખયાણીવાળો ભાવનગર જીલ્લા જેલ ખાતેથી વચગાળાના જામીન ઉપર છુટેલ અને તા.૦૩/૧૧/૨૦૧૮ ના રોજ પેરોલ ઉપરથી હાજર નહીં થઇ ફરાર થયેલ હતો મજકૂર આરોપીની શોધખોળ કરતા બાતમી આધારે નવસારી ખાતેથી સદરહુ આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરી જેલ હવાલે કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે આ કામગીરી એમ.એમ.દિવાન પોલીસ ઇન્સપેક્ટર તથા હેડ કોન્સ મહવિરસિંહ બનેસિંહ ગોહિલ, પો.કોન્સ ભગીરથભાઇ જોરૂભાઇ , હેડ કોન્સ રાઘવભાઇ ભરાડીયા સહીત બોટાદ એસ.ઓ.જી. ટીમ દ્વારા કરવામાં આવી હતી

રિપોર્ટર-વિપુલ લુહાર,બોટાદ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY