લોકસભા ૨૦૧૯ની ચુંટણી માટે ડૉ પ્રવીણ તોગડિયાના હિન્દુસ્થાન નિર્માણ દલ (એચએનડી)એ પોતાના ઉમેદવારોની પહેલી ચાદી જાહેર કરી, જેમાં ગુજરાત, ઉત્તરપ્રદેશ, ઓડિશા, આસામ અને હરયાણાના રાજ્યોના કુલ ૪૧ સીટોના ઉમેદવારો ઘોષિત કર્યા. એચએનડીની બીજી યાદી પણ જલ્દી જાહેર થશે, એવું ડૉ. પ્રવીણ તોગડિયાએ કહ્યું. તેમણે આગળ કહ્યું, “હિન્દુસથાને અત્યાર સુધી બે જ મુખ્ય રાજનીતિક દળ જોયા છે. હવે હિન્દુસ્થાનને નવા સામાજિક-રાજનીતિક નેતૃત્વની જરૂર છે કેમ કે પહેલાવાળા કોઈ પણ દળે હિન્દુસ્થાનની જનતાની સાંસ્કૃતિક, સામાજિક અને આર્થિક આકાંક્ષાઓ પૂરી નથી કરી, જનતાએ ખૂબ રાહ જોઈ. હવે દેશ અપેક્ષાભંગ અને હતાશામાં ગરકાવ છે.એટલા માટે અમારું નવું દળ હિન્દુસ્થાન નિર્માણ દલ (એચએનડી) આજે આશાની નવી કિરણ લઈને આવ્યું છે. ગુજરાતે અને આખા દેશે મારા પર ખૂબ ભરોસો કર્યો છે. છેલ્લાં ૩૨ વર્ષથી મારા લાખો સાથીઓની સાથે મળીને હું દેશની સેવા કરતો રહ્યો છું. સાંસ્કૃતિક, હિન્દુત્વના મુદ્દા હોય કે દેશના ગરીબ મધ્યમવર્ગ પરિવારો માટે વિશેષ સ્વાસ્થ્ય સેવા માટે દેશભરના ૧૦,૦૦૦ સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરોની નિઃશુલ્ક સેવા અપાવવાનું કામ, દરેક પેટને ભોજન મળે એટલા માટે એક મુઠ્ઠી અનાજ યોજનામાં ૨૦ લાખથી વધારે ગરીબ પરિવારોને સન્માન સાથે અનાજ પહોંચાડવાની સેવા, ખેડૂતોને સારા ભાવ મળે તેના માટે આંદોલન હોય કે મહિલા સ્વાવલંબન હોય, હું બધા સાથીઓ સાથે દેશની સેવા કરતો રહ્યો છું. હાથમાં સત્તા નથી તો પણ અમે સાથે મળીને આટલા કાર્યો કય, હવે સત્તા આપીને દેશ અમારા ઉપર ભરોસો કરે. અમે તેમની આકાંક્ષાઓ પર ખરા ઉતરીશું. આસામ અને રાજસ્થાનમાં યુનિવર્સિટીની છાત્ર સંઘ ચુંટણીમાં અમારી રાષ્ટ્રીય છાત્ર પરિષદે ૨૨ સીટો અખિલ ભારતીય વિધાર્થી પરિષદ અને એનએસયુઆઈને હરાવીને હમણા જ જીતી છે. યુવાઓએ આ રીતે અમારા પર ભરોસો કર્યો જ છે, હવે હિન્દુસ્થાનની બાકી જનતા પણ ભરોસો કરે. મારી કેન્સર સર્જનની સારી પ્રેક્ટીસ, પરિવાર છોડીને સાંસ્કૃતિક, સામાજિક અને આર્થિક મુદ્દાઓ માટે અમે દેશને જાગૃત કર્યો. અમારી અથાગ મહેનતથી જે દળ સત્તા પર આવ્યા તેમણે દેશ સાથે સંપૂર્ણ વાદાખિલાફી કરી. વિકાસનું બહાનું આપીને ન રામ મંદિર બનાવ્યું, ન ધારા ૩૭૦, 3૫એ હટાવીને કાશ્મીરમાં દેશ સુરક્ષિત કર્યો, ન બાંગ્લાદેશી ઘુસણખોરોને હટાવ્યા. વિકાસના નામે પણ છેતર્યા. ન વચન મુજબ દર વર્ષે બે કરોડ રોજગાર આપ્યા, ન દરેક દેશવાસીઓના ખાતામાં ૧૫ લાખ રૂપિયા આપ્યા નોટબંધી અને ખોટી જીએસટીને કારણે અને વિદેશી કંપનીઓના હાથમાં દેશ આપીને જે હતા તે રોજગાર પણ પૂરા કરી નાખ્યા, નાના મધ્યમ વેપારીઓ, દુકાનદારોના પેટ પર લાત મારી. ડૉક્ટરોને ગુનેગાર માની તેમના વિરુદ્ધ તુગલકી કાયદો બનાવીને તેમને રોગીઓની સારી સારવાર માટે રોક્યા અને દેશની સ્વાસ્થ્ય સેવા મોટી કોર્પોરેટ હોસ્પિટલોના હાથમાં આપીને ગરીબ,મધ્યમવર્ગને મારવાનું કામ કર્યુ. છેલ્લાં પાંચ વર્ષમાં ૫૨,૦૦૦ ખેડૂતોએ આત્મહત્યા કરી. દેશની સીમા પર પાકિસ્તાન પરસ્ત નીતિઓને કારણે પાંચ વર્ષમાં ૧૦૦૦થી વધારે સૈનિક,સુરક્ષાબળ માર્યા ગયા અને ખોટો દેખાડો કરીને સૈનિકોના જીવન પર ખોખલા રાષ્ટ્રવાદને દેશભક્તિનો ચુંટણીલક્ષી જુમલો બનાવી દીધો.આજે પણ ગુજરાતના હજારો માછીમારો પાકિસ્તાનની જેલોમાં છે.એટલા માટે, ગામેગામના કરોડો હિન્દુસ્થાનીઓએ મારા પર છેલ્લાં ૩૨ વર્ષથી કરેલો ભરોસો આજે હિન્દુસ્થાનને ફરીથી સમૃદ્દિ, સુરક્ષા અને સન્માન અપાવવા માટે ભરોસો કરવાનો છે. મારું વચન છે કે વચનો આપીશ તે પૂરા કરીશ. હિન્દુસ્થાન નિમણિ દલના ચુંટણી ચિન્હ પાણીની ટાંકી પર મત આપીને જીતાડો અને દેશને આગળ વધારો. આજે લોકસભા ચુંટણીના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. આ ૪૧ ઉમેદવારના નામ તે ક્ષેત્રના સામાન્ય લોકોએ સૂચવેલા છે, દિલ્હીના કરોડો રૂપિયાના ૫ સ્ટાર પાર્ટી ઓફિસમાં બેસીને બે લોકોએ નક્કી કરેલા નથી. આજ છે, હિન્દુસ્થાન નિમણિ દલની લોકતાંત્રિક શક્તિ.”ડૉ પ્રવીણ તોગડિયાના હિદુસ્થાન નિમણિ દલ (એચએનડી)ના લોકસભા ચુંટણી ૨૦૧૯ના ઉમેદવારોની પહેલી યાદી (કુલ-૪૧)
ગુજરાત
ક્રમ ચુંટણી ક્ષેત્ર નામ
૧ .ગાંધીનગર શ્રી અમરિશભાઈ પટેલ
૨. અમદાવાદ (પૂર્વ) શ્રી ત્રપષિભાઈ વેકરિયા
ક અમદાવાદ (પશ્ચિમ) (આરક્ષિત એસસી) શ્રી આર. કે. ચૌહાણ
૪. કચ્છ શ્રી પ્રવીણભાઈ ચાવડા
પ. | સાબરકાંઠા શ્રી હસમુખભાઈ પટેલ
૬. | સુરેન્દ્રનગર શ્રી દારજીભાઈ દેકાવાડિયા
૭. | જૂનાગઢ શ્રી ગોપાલભાઈ મોવલિયા
૮. પંચમહાલ શ્રી વિજયસિંહ રાઠોડ
૯. દાહોદ શ્રી રામસંગ કાલારા
ઓડિસા
ક્રમ ચુંટણી ક્ષેત્ર નામ
૧. કંધમાલ શ્રી બ્રહ્મચારી માધવ ચૈતન્ય
ર. નબરંગપુર શ્રી લલિત મડકામી
૩. બાલાંગીર સરસ્વતી નંદા
૪. | કાલાહાંડી શ્રી રાજુ બાસિક
ધ આસકા શ્રી ઈશ્વરચંદ્ર પાત્રા
આસામ
ક્રમ ચુંટણી ક્ષેત્ર નામ
૧. ગોહાટી શ્રી રાજીવ કાકોતી
ર બારપેટા શ્રી ભાસ્કર કલિતા
3. ઢુબરી શ્રી આલોકેશ રોય
૪. ડિબ્રુગઢ અપૂર્વા સૈક્યા
પ. કાલીબોર શ્રી દિજાંતા સૈકિયા
૬. કરીમગંજ શ્રી નિખિલ દાસ
૭. મંગલદોઈ શ્રી મણીરામ બાસુમાતારી
હરયાણા
કરમ | ચુંટણીક્ષેત્ર નામ
૧. ગુરુગ્રામ શ્રી હરી ડાગર
ઉત્તર પ્રદેશ
કરમ | ચુંટણીક્ષેત્ર નામ
૧. ચંદોલી શ્રી રામખિલાવન રાજભર
૨. | સહારનપુર શરી વિરેન્દ્ર ગુર્જર
કૈ. અલીગઢ શ્રી વિરેન્દ્રપ્રતાપ સિંગ
૪. કૈરાના શ્રીમતી રેખા ગુર્જર
પ. મથુરા શ્રી સુરેશસિંગ ચૌધરી
દુ. ફિરોજાબાદ શ્રી માનવેન્્ર પ્રતાપસિંહ
૭. બરેલી શ્રી ભાનુપ્રતાપ ગંગવાર
૮. લખીમપુર ખીરી એડવોકેટ મહેશ વર્મા
૯. ઉન્નાવ શ્રી ગજેન્દ્ર પટેલ
૧૦. અકબરપુર શ્રી મનોજ સચાન
૧૧. | ઝાંસી શ્રી ધર્મેન્દ્ર કુશવાહા
૧૨. હમીરપુર શ્રી નંદકિશોર પ્રજાપત
૧૩. | બાંદા શ્રી ભૂપેન્દ્ર નિષાદ
૧૪. પ્રતાપગઢ શ્રી રામખિલાવન પટેલ
૧૫. બસ્તી શ્રી રોહિત પાઠક
૧૬. લાલગંજ શ્રી જગધારીરામ કનોજિયા
૧૭. | જૌનપુર શ્રી શેષમણી મૌર્ય
૧૮ ભદોહી શ્રી વિનોદસમ્રાટ કુશવાહા
૧૯. | સલેમપુર શ્રી આર. પી. જિજ્ઞાસુ
પ્રથમ યાદી – કુલ (૪૧)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



