મોઢે રૂમાલ બાંધી મોટરસાઈકલ લઈને જતો શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ
બોટાદ જીલ્લાના રાણપુરમાં ધોળા દિવસે મેઈન બજારમાં આવેલ ત્રીકમ પરા વિસ્તારમાંથી પાર્ક કરેલી મોટરસાઈકલની તસ્કરી કરી તસ્કરો પોલીસને પડકાર ફેકી ધોળા દિવસે ભર બજારમાંથી મોટરસાઈકલની ચોરી કરી નાસી છુટેલ શખ્સ મોઢે રૂમાલ બાંધી મોટરસાઈકલ લઈને જતા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયેલ છે.જોકે શખ્સે મોઢે રૂમાલ બાંધ્યો હોવાથી ઓળખ થઈ શકી નથી.
આ બાબતે મળતી માહીતી મુજબ રાણપુર ખાતે મેઈન બજારમાં ત્રીકમ પરા વિસ્તારમાં આદમભાઈ ની ઘંટી પાસે બપોરના અંદાજે ૧૨ વાગ્યાની આસપાસ ભાવીનભાઈ મનસુખભાઈ પઢારીયા(ઉર્ફે-ચકાભાઈ મીસ્ત્રી)ત્રીકમ પરામાં આદમભાઈ ની ઘંટી પાસે પોતાનુ એચ.એફ.ડીલક્ષ જી.જે.01.S.T.0161 મોટરસાઈકલ પાર્ક કરીને બાજુમાં આવેલી દુકાનમાં બેઠા હતા.અંદાજે અડધા કલાક બાદ તેવો ત્યાથી બહાર આવતા ત્યા તેમનુ મોટરસાઈકલ હતુ નહી.તેમણે તાત્કાલિક તપાસ કરી અને રાણપુર પોલીસ ને જાણ કરી પોલીસ દ્વારા તે વિસ્તારમાં સીસીટીવી કેમેરા ચેક કરતા એક શખ્સ મોઢે રૂમાલ બાંધી મોટરસાઈકલ લઈ જતા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો.જોકે આ શખ્સે મોઢે રૂમાલ બાંધ્યો હોવાથી ઓળખ થઈ શકી નહી.રાણપુરમાંથી ધોળા દિવસે મેઈન બજારમાંથી મોટરસાઈકલ ની ચોરી થયાની જાણ રાણપુરમાં વાયુવેગે ફેલાતા સમગ્ર રાણપુરમાં ચકચાર મચી ગઈ હતી.જ્યારે વધુ મળતી માહીતી મુજબ રાણપુરના આ ત્રીકમપરા વિસ્તાર મોટરસાઈકલ ની ચોરી કરતા તત્વો માટે એ.પી.સેન્ટર બની ગયુ હોય તેવુ લાગી રહ્યુ છે.અગાઉ આ વિસ્તારમાંથી ત્રણ મોટરસાઈકલ ચોરાઈ ગયા છે ત્યારે આજે વધુ એક મોટરસાઈકલ ની એજ વિસ્તારમાંથી ચોરી થતા સમગ્ર રાણપુરમાં ચકચાર મચી ગયેલ છે.જ્યારે આ બાબતે ભાવીનભાઈ મનસુખભાઈ પઢારીયા(ઉર્ફે-ચકાભાઈ મીસ્ત્રી)એ રાણપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાંવતા પોલીસે મોટરસાઈકલ ચોરી ગયેલા શખ્સ ને ઝડપી પાડવા ચક્રોગતીમાન કર્યા છે
તસવીર:વિપુલ લુહાર,રાણપુર
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







