ફેસબુક નૈતિક રીતે કરપ્ટ,તેને ખોટું બોલવાની બીમારીઃ ન્યૂઝીલેન્ડ પ્રાઇવસી કમિશનર

0
12

વેલિંગ્ટન,તા.૯
ન્યૂઝીલેન્ડના પ્રાઇવસી કમિશનર જ્હોન એડવડ્‌ર્સે ફેસબુકને નૈતિક રીતે કરપ્ટ અને ખોટું બોલતા માનસિક રોગ જેવું ગણાવ્યું છે. ન્યૂઝીલેન્ડ મીડિયા અનુસાર, એડવડ્‌ર્સે આ તમામ વાતો ટ્‌વીટ કરીને કહી, બાદમાં ટ્‌વીટ્‌સ ડિલીટ કરી દીધી. જા કે, તેના સ્ક્રિન શોટ્‌સ વાઇરલ થઇ રહ્યા છે.
એડવડ્‌ર્સે રવિવારે એક પછી એક ટ્‌વીટ કરીને કહ્યું, ફેસબુક ભરોસાપાત્ર નથી. તે આત્મહત્યા, બળાત્કાર અને હત્યાઓની ઘટનાઓના લાઇવ સ્ટ્રીમિંગની મંજૂરી આપે છે. મસ્જિદ પર હુમલાનો વીડિયો પબ્લિશ કરવાનું ચાલુ રાખે છે. ફેસબુક એડવર્ટાઇઝરને યહૂદીથી નફરત કરતા લોકોની મદદથી લાભ કમાવવાની મંજૂરી આપે છે. તે કોઇ પણ કન્ટેન્ટ અને તેનાથી થતા નુકસાનની જવાબદારી નથી લેતું.
એક અન્ય ટ્‌વીટમાં એડવડ્‌ર્સે કહ્યું કે, સોશિયલ મીડિયા પર રોહિંગ્યા મુસ્લિમો વિરૂદ્ધ નફરત ફેલાવવાના પ્રયત્નોના કારણે મ્યાનમારમાં નરસંહાર થયો. લોકતાંત્રિક સંસ્થાઓને કમજાર કરવામાં પણ ફેસબુકની ભૂમિકા રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY