ગ્રામપંચાયત દ્વારા અમારા વોર્ડમાં કામ નહી કરાતા રાજીનામુ આપ્યુ:અહેસાન ખલીફા
બોટાદ જીલ્લાના રાણપુરને છેલ્લા કેટલાક વર્ષોથી પાણીનો પ્રશ્ન નડી રહ્યો છે.કોંગ્રેસ પ્રેરિત બોડી રાણપુરમાં ગ્રામપંચાયતમાં સત્તાસ્થાને છે.છેલ્લા ઘણા સમયથી રાણપુરને 10 દિવસે પાણી પુરૂ પાડવામાં આવે છે.જે સ્ત્રોતમાંથી પાણી આપવામાં આવે છે તે સુખભાદર ડેમ રાણપુરવાસીઓની લાગણી અને માગણી બાદ ભરવામાં આવેલ પણ સુખભાદર ડેમના સત્તાવાળાઓ પાણી ચોરી અટકાવી ન શકતા ભરઉનાળે સુખભાદર ડેમનું તળીયુ આવી જતા હવે જબરજસ્તી હાડમારીનો પ્રશ્ન થયો છે.તમે પેવર બ્લોકનું કામ નબળુ કરો,નાળા ગળી જાવ,રોડ ગળી જાવ,બોરના રૂપિયા બઠાવી જાવ પણ સફાઈ તથા પીવાનું પાણી નીયમીત પુરૂ પાડો તો લોકો આ બધ્ધા પ્રશ્રમાં માથુ મારતા નથી પણ તમે આઝાદીના 70-70 વર્ષ પછી ભરચોમાસે 6 દિવસે પાણી આપો અને લોકોના કામ ન થાય તો ચુંટાયેલા સભ્યો પોતાના વોર્ડમાં શુ જવાબ આપે.પાણીનો પ્રશ્ર હલ કરવામાં સરેઆમ નિષ્ફળ જનાર રાણપુર સરપંચ અને સત્તાધીશો ને રાણપુર ગ્રામ પંચાયતના વોર્ડ નં-2 ના સભ્ય અહેસાનભાઈ મહંમદહુશેનભાઈ ખલીફાએ સભ્યપદેથી રાજીનામુ આપી દઈને બીજા સભ્યોના આત્મા ઢંઢોળવાનો પ્રયાસ કર્યો છે.હવે થી વોર્ડ નં-2 ના નાગરીકોએ પોતાના કામ માટે સીધા સરપંચ અને તલાટીનો સંપર્ક કરવા જણાવેલ છે રાજીનામા નો પત્ર મોકલેલ છે
તસવીર-વિપુલ લુહાર,રાણપુર
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




