લોખંડી સુરક્ષા વચ્ચે ગઢડા મંદિર ટ્રસ્ટની આજે ચૂંટણી

0
23

બોટાદ,તા.૪
જગપ્રસિધ્ધ ગઢડા ગોપીનાથજી મંદિરની વહિવટી ધુરા સંભાળવાને લઇ ૧૩ વર્ષથી વધુ સમયથી ચાલતાં કાનૂની વિવાદનો સુખદ ઉકેલ આવ્યો છે. કોર્ટના આદેશ બાદ સંપૂર્ણ ન્યાયિક રીતે પારદર્શક વાતાવરણમાં આગામી તા. ૫ મે,૨૦૧૯ના રોજ ચૂંટણી યોજાશે. જયારે તા.૬ને સોમવારના રોજ મતગણતરી યોજાશે. તો આ ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે બોટાદ પોલીસે પણ સઘન બંદોબસ્ત ગોઠવ્યો છે.
બોટાદ જિલ્લામાં આવેલ જગપ્રસિધ્ધ તિર્થસ્થાન ગઢપુરથી ઓળખાતા ગઢડા ગોપીનાથજી દેવ મંદિર સહિતના મંદિરોના વહિવટ માટે રચાયેલ ગઢડા ટેમ્પલ બોર્ડ દ્વારા લોકશાહી પધ્ધતિએ ચૂંટણી યોજવાની પરંપરા છે પરંતુ, એક યા બીજા કારણોસર છેલ્લા ૧૩ વર્ષથી આ મંદિરનો વહિવટ હાલમાં આચાર્ય પક્ષ સંભાળે છે.
આ ઉપરાંત શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે ચુંટણી બુથ તેમજ રૃટ પેટ્રોલીંગ તેમજ અન્ય અગત્યના પોઇન્ટ ઉપર વિડીયોગ્રાફીની તેમજ ફયર ફયટર, મેડીકલ ટીમ, એમ્બયુલન્સની વય્વસ્થા ઉભી કરાઇ છે અને આ ચુંટણીને અનુલક્ષીને સોસીયલ મીડીયામાં કોઇ અફ્વા ન ફેલાય તે માટે ટેકનીકલ સર્વેલન્સ ટીમને કાર્યરત કરવામાં આવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY