ત્રણ ચાર અજાણ્યા ઇસમોએ તા. ૦૮/૦૫/૨૦૧૯ ના ૦૧/૩૦ દરમ્યાન ઢસા સ્વામીનારાયણ મંદીરમાં ચોરી કરવાના ઇરાદે પ્રવેશ કરી સ્વામીનારાણ મંદીરના સ્વામી ઉપર છરી વડે હુમલો કરેલ હોય જે ગુન્હો અનડીટેક્ટ હોય અશોક કુમાર, નાયબ પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ ગુન્હો ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને બોટાદ પોલીસ અધીક્ષક હર્ષદ મહેતાની સુચનાથી વિભાગીય પોલીસ અધિકારી રાજદીપસિંહ એન. નકુમ તથા પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી એચ.આર.ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફના એ.એસ.આઇ. દિનેશભાઇ ત્રિવેદી બ.નં. ૫૨૩ તથા પો.હે.કોન્સ. એલ.પી.ચુડાસમા બ.નં. ૬૧૩ તથા પો.હે.કોન્સ. જીજ્ઞેશભાઇ હસમુખભાઇ દંગી બ.નં. ૫૫૭ તથા પો.હે.કોન્સ વનરાજભાઇ વિશુભાઇ બોરીચા બ.નં. ૧૭૩ તથા પો.કોન્સ. જયપાલસિંહ અનિરૂધ્ધસિંહ ચુડાસમાં બ.નં. ૬૬૯ તથા પો.કોન્સ. યોગેન્દ્રસિંહ હનુભા સરવૈયા બ.નં. ૫૭૦ તથા પો.કોન્સ. પુરવભાઇ પ્રવિણભાઇ સોનાગરા બ.નં. ૨૭ તથા ડ્રા.પો.કોન્સ. કનકસિંહ ઘનશ્યામસિંહ તથા ડ્રા.પો.કોન્સ. ઘનશ્યામભાઇ માનસંગભાઇ ધરજીયા એસ.ઓ.જી સ્ટાફ ના માણસો હેડ.કોન્સ. મુકેશભાઇ રાજાભાઇ પો.કોન્સ. ભગીરથભાઇ જોરૂભાઇ બોરીચા તથા પો.કોન્સ. હસુભાઇ અનકુભાઇ જેબલીયા તથા ડ્રા.પો.કોન્સ. યુવરાજસિંહ પરમાર નાઓએ અલગ અલગ ટીમો બનાવી સદર ગુન્હો ડીટેક્ટ કરવા સારૂ પુરતા પ્રયત્નો કરેલ
જેમાં અગાઉ આવા ગુન્હાઓ માં પકડાયેલ આરોપીઓની પુછપરછ તથા એમ.સી.આર. કાર્ડ વાળા ઇસમો તથા હીસ્ટ્રીશીટરો ની તપાસ તથા દંગા ચેક કરવામાં આવેલ તથા ટેક્નીકલ સર્વેલન્સ આધારે શંકાસ્પદ નંબરો વાળા ઇસમોની પુછપરછ કરતા હતા અને આજરોજ ભુપતભાઇ બીજલભાઇ માથાસુળીયા જેઓ અગાઉ પણ ભાવનગર જીલ્લામાં અગાઉ ગુન્હાઓમાં પકડાયેલ હોય અને ભાવનગર જીલ્લાના હીસ્ટ્રીશીટર હોય તેઓને બોટાદ એલ.સી.બી. કચેરી બોટાદ ખાતે લાવી વિશ્વાસમાં લઇ યુક્તિ પ્રયુક્તિ થી પુછપરછ કરતા પોતે ગુન્હો કરેલાનો પ્રાથમીક એકરાર કરેલ અને પોતાની સાથે બીજા બે આરોપીઓ દિલીપભાઇ ઉર્ફે દીલો પોપટભાઇ સાથળીયા રહે.ધોળા તથા કમાભાઇ કરશનભાઇ પરમાર રહે.ઉમરાળા વાળા નાઓ હોય આ બંને ઇસમોને ઇસમોને પુછપરછ અર્થે એલ.સી.બી. કચેરી બોટાદ ખાતે લાવી ત્રણેય ઇસમોને સાથે રાખી પુછપરછ કરતા ત્રણેય ઇસમોએ ગુન્હો કરેલાનો એકરાર કરતા આજરોજ તા.૧૪/૦૫/૨૦૧૯ ના ક.૧૬/૪૫ વાગ્યે ત્રણેય ઇસમોને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)આઇ મુજબ ધોરણસર અટક કરી ઢસા પો.સ્ટે. ખાતે સોંપવા તજવીજ કરવામાં આવેલ છે.
*આરોપીઓ* – (૧) ભુપતભાઇ બીજલભાઇ માથાસુળીયા જાતે- દે.પુ. ઉ.વ. આશરે ૩૫ વર્ષ ધંધો—જુરી રહે.ઉમરાળા, દાતારની દરગાહ પાસે, સીતારામનગર તા.ધોળા જી.ભાવનગર
(૨) દિલીપભાઇ ઉર્ફે દીલો પોપટભાઇ સાથળીયા જાતે- દે.પુ. ઉ.વ. આશરે ૨૬ થી ૨૭ વર્ષ
ધંધો – મજુરી રહે.ધોળા રેલ્વે સ્ટેશન પાસે, ઝુંપડપટ્ટીમાં તા.ધોળા જી.ભાવનગર
(૩) કમાભાઇ કરશનભાઇ પરમાર જાતે- દે.પુ. ઉ.વ.૫૫ રહે. કેરીયા તથા પીપરાળી ની વચ્ચે આવેલ ઘનશ્યામસિંહ ગોહીલ ઉર્ફે ભગતની વાડીએ તા.ઉમરાળા જી.ભાવનગર
*મુદામાલ* – આરોપી ભુપતભાઇ બીજલભાઇ પાસેથી મોબાઇલ નંગ – ૦૧ તથા આરોપી દીલીપભાઇ ઉર્ફે દીલો પોપટભાઇ સાથળીયા પાસેથી મોબાઇલ નંગ – ૦૧ મળી કુલ મોબાઇલ – ૦૨ કિં.રૂ ૧૦૦૦/-
*આરોપીઓનો ગુન્હાહીત ઇતીહાસ* – આ આરોપી ભુપતભાઇ બીજલભાઇ સાથળીયા નાઓ અગાઉ ઉમરાળા પોલીસ સ્ટેશનમાં મારામારી ના ગુન્હાઓ માં તથા દારૂના કેસો માં પકડાયેલ છે તથા અગાઉ ભાવનગર જીલ્લામાં ચોરીઓના ગુન્હાઓ માં પણ પકડાયેલ છે.
આરોપી દીલીપભાઇ પોપટભાઇ સાથળીયા નાઓ અગાઉ ઉમરાળા પોલીસ સ્ટેશન માં મારામારી તથા દારૂના ગુન્હાઓ માં પકડાયેલ છે.
*આરોપીઓ ની એમ.ઓ* – આ આરોપીઓ રાત્રે ચોરી કરવાની ટેવ છે તેમજ આ ચોરી દરમ્યાન જો ઘર માલીક જાગી જાય તો તેના ઉપર જીવલેણ હુમલો કરી નાસી જવાની ટેવ છે
રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર(બોટાદ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





