રાણપુરના ખોખરનેશ ગામની સીમમાંથી ૭ નીલગાય મૃત હાલતમાં મળી આવતા જીવદયા પ્રેમીઓમાં રોષ

0
8

મોત નું સાચુ કારણ જાણવા ૭ નીલગાયને જુનાગઢ મોકલવામાં આવશે :R.F.O.રાણપુર

બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના ખોખરનેશ ગામની સીમમાંથી રહસ્યમ રીતે ૭ નીલગાય(રોઝ)મૃત હાલતમાં મળી આવતા જીવદયા પ્રેમીઓમાં શોકનુ મોજુ ફળી વળ્યુ હતુ.

આ બાબતે મળતી માહીતી મુજબ રાણપુરના ખોખરનેશ ગામના ખેડુત વિનોદભાઈ હરજીભાઈ વહેલી સવારના ૬ થી ૭ વાગ્યાની આસપાસ તેમના ખેતરે આવતા ૭ નીલગાય(રોઝ)મૃત હાલતમાં પડી હતી.વિનોદભાઈએ આ બાબતની જાણ સરદારભાઈ મોરીને જાણ કરતા તેમણે વનવિભાગ ના અધિકારીઓને તથા પશુ ડોક્ટર બરવાળાને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.અને તપાસ કરી ઘટના સ્થળે જ પી.એમ.કરી ૭ નીલગાય ના મોત નું કારણ જાણવા આજુબાજુની વાડી-ખેતર વિસ્તારમાં કડક હાથે ચેકીંગ કરવામાં આવ્યુ હતું.જ્યારે આ બાબતે રાણપુર તાલુકા R.F.O.-એમ.એમ.ભરવાડ સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે રાણપુરના ખોખરનેશ ની સીમમાં વન્યપ્રાણી ૭ નીલગાય ના મોત થયાની અમને જાણ થતા અમે તાત્કાલિક સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને જરૂરી કાર્યવાહી કરી હતી.પ્રથમ દ્રષ્ટીએ જોતા ઝેરી પદાર્થ,ખાતરવાળુ પાણી અથવા ઝેરી લીલો ચારો ખાવામાં આવેલ હોય અને તેના કારણે મૃત્યુ થયેલ હોય તેવુ લાગી રહ્યુ છે.હાલ તો મોત નું સાચુ કારણ જાણવા અને વધુ તપાસ અર્થે જુનાગઢ મોકલવામાં આવશે.આ બનાવ અંગે બોટાદ જીલ્લા A.C.F.ના માર્ગદર્શન હેઠળ રાણપુર R.F.O.એમ.એમ.ભરવાડ તથા વનપાલ ડોડીયાભાઈ સહીત સ્ટાફ દ્વારા આજુબાજુના વિસ્તારોમાં સઘન તપાસ કરવામાં આવી રહી છે.જ્યારે આગળની વધુ તપાસ રાણપુર-R.F.O.એમ.એમ.ભરવાડ કરી રહ્યા છે

તસવીર:વિપુલ લુહાર,રાણપુર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY