રાજપીપળા નગર પાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરનાર કે વેચનાર વેપારીઓ પર તવાઈ 

0
402

50 માઇક્રોનથી ઓછી ગુણવતા વાળી પ્લાસ્ટીક થેલી વાપરનાર વેપારીના ચેકીંગ માં 175 કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી 3500/- રૂ .નો દંડ વસુલાતા ફફડાટ 

જોકે વારંવાર ચેકીંગ,દંડ અને કડક સૂચના બાદ પણ કેટલાક વેપારીઓ સુધરતાં ન હોય હવે આકરા પગલાં લેવાય તેવી સંભાવના 

રાજપીપળા : રાજપીપળા નગરપાલિકાના ચીફ ઓફિસર અમિત પંડ્યાની સૂચના મુજબ પાલિકાની ટિમ  સોમવારે રાજપીપળા શહેરની પ્લાસ્ટિકની વસ્તુઓ વેચાણ કરતી તમામ દુકાનો ઉપર આકસ્મિક ચેકીંગમાં હાથ ધર્યું જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બનાવટની વસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓની દુકાનો પરથી કેટલોક પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળતા એ જપ્ત કરી વેપારી પાસે દંડ વસુલ કરતા ફફડાટ ફેલાયો હતો.

50 માઈક્રોન થી ઉપરના પ્લાસ્ટિકનું વેચાણ માન્ય હોય તેનાથી નીચેના પ્લાસ્ટિક બનાવટની વસ્તુઓનું વેચાણ કરનારા અમુક વેપારીઓને ત્યાં અગાઉ પાલિકાની ટીમે આ રીતે સરપ્રાઈઝ ચેકીંગ કરી કડક સૂચના આપી હતી છતાં આ પૈકી કેટલાક વેપારીઓ 50 માઇક્રોન થી ઓછી ગુણવત્તા વાળી પ્લાસ્ટિકની થેલીઓ સહિતની વસ્તુઓનું વેચાણ કરતા હોય પાલિકા ટીમે ફરી અચાનક ચેકીંગ હાથ ધર્યું જેમાં અમુક વેપારીઓને ત્યાં પ્રતિબંધિત પ્લાસ્ટિક થેલીનો 175 કિલો જેવો જથ્થો જપ્ત કરી 3500/- રૂ.નો દંડ વસુલ કરતા નિયમનું પાલન ન કરતા વેપારીઓમાં પાલિકાના ચીફ ઓફિસર અમિત પંડ્યા દ્વારા કરાયેલી આ કડક કાર્યવાહી થી ફફડાટ ફેલાયો જોવા મળ્યો હતો.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY