લોકસેવક ગોવિંદસંગ ડાભીનો આજે ૬૧મો જન્મદિવસ

0
23

ગાંધી-મુલ્યો-વિચારોને વરેલા અને ત્રણ દાયકાથી ખાદી-રચનાત્મક ક્ષેત્રે કાર્યરત એવા બોટાદ જીલ્લાના રાણપુર શહેરના અગ્રણી લોકસેવક ગોવિંદસંગ ડાભીના ૬૧ માં જન્મદિવસના અવસરે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા ભાવભર્યુ અભિવાદન કરાયુ હતું.ઝવેરચંદ મેઘાણીની કર્મભુમિ રાણપુર સ્થિત ક્રાંતિકારી જૈન મુનીશ્રી સંતબાલજી પ્રેરિત અગ્રગણ્ય ખાદી સંસ્થા ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળના તેઓ ચેરમેન તરીકે સેવા આપી રહ્યા છે.આર્થિક અને સામાજીક રીતે વંચિત બહેનોને સ્વરોજગારી આપવાનું ઉમદા કાર્ય ગુજરાતની એકમાત્ર ઊની ખાદીની આ સંસ્થા દ્વારા થઈ રહ્યુ છે.
સેવાભાવી ગોવિઉઅંદસંગ ડાભીનો જન્મ ૨૬ જુન ૧૯૫૯ ના રોજ અમદાવાદ જીલ્લાના ધોળકા તાલુકાના જવારજ ગામના ખેડુત પરિવારમાં થયો હતો.લોકસેવા જાણે લોહીમાં જ વહે.દાદા લોકસેવક-ખેડુતરત્ન-સહકારી આગેવાન સ્વફલજીભાઈ ડાભી. પિતા સહકારી ક્ષેત્રના આગેવાન દાજીભાઈ ડાભી બચપણથી જ સંસ્કાર નું સિંચન કર્યુ હતુ.ગોવિંસંગ ડાભી આછે પોતાના જીવનના ૬૦ વર્ષ પુર્ણ કરી ૬૧ માં વર્ષમાં મંગળ પ્રવેશ કરશે છેલ્લા ૩૦ વર્ષથી રાણપુરમાં સ્થાઈ થયેલા ગોવિંદસંગ ડાભી વર્ષોથી લોકસેવા નો ભેખ પહેરીને ગરીબ લોકોને રોજગારી આપી રહ્યા છે.ગોવિંદસંગ ડાભી તેમના જન્મદિવસની ઉજવણી ક્યારેય પણ કરતા નથી અને જન્મદિવસ ગરીબ લોકોની સાથે ઉજવણી કરે છે.

રિપોર્ટ-વિપુલ લુહાર,રાણપુર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY