રાણપુરના ધારપીપળા ખાતે વિશ્વ વસ્તી નિયંત્રણ પખવાડીયા નિમિતે ગુરૂ શિબીરનું આયોજન

0
6

બોટાદ જીલ્લાના રાણપુર તાલુકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉમરાળા હેઠળના સબસેન્ટર ધારપીપળા ખાતે વિશ્વ વસ્તી નિયંત્રણ પખવાડીયા નિમિતે ગુરૂશિબીરનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં સ્થાનિક મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર અરવિંદભાઈ એન ચૌહાણ,સ્થાનિક એફ.એચ.ડબલ્યુ લલીતાબેન કે ભણાત તથા ધારપીપળા ગામના આશા વર્કર બહેનો,આંગણવાડીના બહેનો,તેડાઘર બહેનો,પ્રાથમિક શાળાના આચાર્ય,શિક્ષકો તેમજ ગ્રામપંચાયતના તલાટી મંત્રી, પ્રા.આ.ના દીપકભાઈ જે ગાબ,અરૂણાબેન ડી રાવળ સહીત સુપરવાઝર ઓ.ટી.ડીંબલ દ્વારા વિશ્વ વસ્તી નિયંત્રણ અંગે કુંટુંબનીયોજનની કાયમી અને બીનકાયમી પધ્ધતિઓની સમજણ આપી હતી.તેમજ વરસાદી વાતાવરણમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચારો ન થાય તે માટે રોગચાળા અટકાયતી પગલાઓ વિશે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યુ હતુ..

તસવીર-વિપુલ લુહાર,રાણપુર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY