રાણપુર પોલીસને અંધારામાં રાખી બોટાદ એલ.સી.બી.એ લિંબડી ત્રણ રસ્તેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

0
594

૧,૭૬,૧૦૦ ના દારૂ સાથે કુલ ૭,૩,૮૦૦ ના મુદ્દામાલ સાથે બે શખ્સો ઝડપાયા

બોટાદ એલ.સી.બી.ના IC પોલીસ ઇન્સપેક્ટર ટી.એસ.રીઝવીએ આવા કેસો શોધી કાઢવા માટે દારૂબંધીની કડક અમલવારી થાય તે માટે એલ.સી.બી. સ્ટાફને સુચના કરેલ હોય જે અંગે રાણપુર પોલીસ ને અંધારામાં રાખી એલ.સી.બી. સ્ટાફના આ.હે.કોન્સ. રામદેવસિંહ દેવુભા મોરી તથા પો.કોન્સ. બળદેવસિંહ ફતેસિંહ લીંબોલાને ચોક્કસ બાતમી મળેલ કે એક સફેદ કલરની કાળી તાડપત્રી બાંધેલ આઇશર ટાટા ૧૧૦૯ જેના રજી. નંબર જી.જે. ૧૪ ઝેડ ૬૩૨૪ ના છે જે લીંબડી તરફ થી રાણપુર તરફ આવનાર હોય અને જેમા વિદેશી દારૂ નો જથ્થો હોય જે હિકકત આધારે એલ.સી.બી.ના I/C પોલીસ ઇન્સપેક્ટર ટી.એસ.રીઝવી તથા સ્ટાફના એ.એસ.આઇ. સી.એન.રાઠોડ, લક્ષ્મણદેવસિંહ પ્રવિણસિંહ, રામદેવસિંહ હરીસિંહ,બળભદ્રસિંહ ચતુરસિંહ ગોહીલ,વનરાજભાઇ વિશુભાઇ, મયુરસિંહ રામસિંહ, જયપાલસિંહ અનિરૂધ્ધસિંહ, બળદેવસિંહ ફતેસિંહ, અશોકભાઇ રામજીભાઇ, તરૂણભાઇ દાદુભાઇ એ એલ.સી.બી. સ્ટાફ રાણપુર લીબંડી ત્રણ રસ્તા પાસે વોચમાં હતા તે દરમ્યાન બાતમી વાળી ટાટ ગાડી નીકળતા તેને રોકાવી તેમા તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે બે ઇસમો મળી આવેલ અને ગાડીમાં જોતા પુઠાના બોક્સ નાના બોક્સ-૪૫ તથા મોટા બોક્સ-૨ જોવામાં મોટા એક બોક્સમાં ૨૪ નંગ તથા બીજા મોટા બોક્સમાં ૨૬ નંગ મળી બે બોક્સમાં કુલ ૫૦ બોટલો નાના બોક્સ ૪૫ પૈકી એક બોક્સમાં ૯ તથા બાકીના ૪૪ બોક્સમાં ૧૨ નંગ લેખે ૫૩૭ બોટલો મળી કુલ બોટલો ૫૮૭ બોટલો CRAZY ROMEO FOR SALE IN ARUNCHALPRADESH ONLY લખેલ વ્હિસ્કીની ૭૫૦ એમ.એલ. ની કિં.રૂ. ૧,૭૬,૧૦૦/- ની મળી આવેલ તથા દારુની હેરાફેરીમાં ઉપયોગ થયેલ ટાટા 1109 EX-2 રજી નંબર GJ 14 Z 6324 વાળી ગાડી કિ.રૂ. ૫૦૦૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૨ કિ.રૂ. ૬૦૦૦/- તથા રોકડા રૂપીયા ૧૯૧૦/- તથા પી.ઓ.પી.ની સીટ તથા પાઉડર કિ.રૂ. ૧૯૭૯૦/- તથા અન્ય સાહિત્ય મળી કુલ ૭,૦૩,૮૦૦/- ના મુદૃામાલ સાથે રૂગનાથરામ ચતુરરામ ચૌધરી ઉવ. ૨૩ રહે. કવાસ ગામ, ઠે. કઉખેડા વિસ્તાર તા.જી. બાડમેર રાજ્ય રાજસ્થાન તથા રમેશ ચુનારામ સાઉ ઉવ. ૨૦ રહે. બાડમેર ઠે. રામનગર તા. જી. બાડમેર રાજ્ય રાજસ્થાન વાળાઓ પકડાઇ તથા આ દારૂનો જથ્થો બંન્ને આરોપીઓને મોબાઇલ ફોન વાળા ઇસમોએ ભરી આપી તે કહે તે જગ્યાએ આપવાનો હોય તે ઇસમો વિરૂધ્ધ રાણપુર પોલીસ સ્ટેશનમાં તા. ૦૩/૦૮/૨૦૧૯ ના રોજ પ્રોહીબીશન ધારા હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવેલ છે અને આ ગુન્હાની આગળની તપાસ બોટાદ એલ.સી.બી. શાખાના IC પોલીસ ઇન્સપેક્ટર ટી.એસ.રીઝવી ચલાવી રહ્યા છે અને અન્ય આરોપી ઓને પકડી પાડવા ચક્રો ગતીમાન કરેલ છે.અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ પણ રાણપુર પોલીસ ને અંધારામાં રાખી રાણપુરના અણીયાળી(કાઠી)ગામે જુગાર ઉપર રેઈડ કરી હતી..

રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY