તંત્ર દ્વારા તળાવ ભરાય તો 250 ખેડુતો અને 2000 પશુઓ લાભ લઈ શકે
બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના ખસ ગામના ખેડુતો દ્વારા આજે ગામની જીવાદોરી સમાન ખસ ગામના તળાવમાં બોટાદ બ્રાન્ચ કેનાલમાંથી પાણી આપવાની માંગ સાથે આશરે 400 થી 500 ની સંખ્યામાં ખેડુતો કલેક્ટર કચેરી ખાતે એકઠા થઈ પાણી આપવા માંગ કરતુ એક આવેદનપત્ર સનાભાઈ પરમાર કેશુભાઈ જીજીભાઈ લીંબોલાની આગેવાનીમાં આપવામાં આવ્યુ હતુ.
ખસ ગામના તળાવમાંથી બોટાદ બ્રાન્ચ મેઈન કેનાલ પસાર થાય છે અને આ ગામની આશરે પાંચ થી છ હજાર ની વસ્તી છે તેમજ આ ગામના ખેડુતો એ 1200 થી 1500 વિઘા જમીન સરકારને આપવામાં આવેલ છે છતા પણ નર્મદાનાં અધિકારીઓ દ્વારા અન્ય ગામના આગેવાનોની સાથે સાંઠગાંઠ રાખી વધુ પ્રમાણમાં પાણી આપી રસ્તા અને પથ્થરની ખાણોમાં પાણી વેડફી નાખવામાં આવે છે જ્યારે ખસ ગામની જીવાદોરી સમાન આ તળાવમાં પાણી આપવામાં આવતુ નથી બોટાદ બ્રાન્ચ કેનાલનાં ખસ ગામના ચોસઠ નંબરનાં ગેઈટની બાજુમાં માઈનોર કેનાલ ગેઈટ નં.4 માં પાણી આપવાથી ખસ ગામના 200 થી 250 ખેડુતો અને બે હજાર થી વધુ પશુઓનુ હીત સચવાય તેમ છે તેથી ખસ ગામનુ તળાવ ભરવામાં આવે અને અમારે સામુહીક આત્મવિલોપન કરવા તરફ ન જવુ પડે તેવિ વિનંતી અને ઉપરોક્ત મુજબના આક્ષેપ સાથે ખસ ગામનાં સરપંચ સનાભાઈ પરમાર તથા ખેડુતો આગેવાને કેશુભાઈ લીંબોલાની આગેવાનીમાં કલેક્ટરને લેખિત આવેદનપત્ર પાઠવેલ છે તેમજ કલેક્ટર દ્વારા આ બાબતે આજે બપોરના સમયે નર્મદાનાં અધિકારીઓની બેઠક યોજી યોગ્ય ન્યાય આપવાની ખાત્રી આપી છે.
તસવીર-વિપુલ લુહાર
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






