રાણપુરમાં ટેક્ષપીન બેરીંગ કંપનીના માલીક દ્વારા ઈફતાર પાર્ટીનું આયોજન કરાયુ
કંપનીના માલીકે ૩૦૦ થી ૪૦૦ મુસ્લિમ કર્મચારીઓને પોતાના હાથે રોજા ખોલાવ્યા
સમગ્ર વિશ્વમાં રમજાન મહિના ની ધામધુમ થી ઉજવણી કરવામાં આવી રહી છે.મુસ્લિમ સમાજ દ્વારા દિવસ દરમ્યાન રોજા રાખવામાં આવે છે અને સાંજે સામુહિક રોજા ખોલવાનું ખાસ મહત્વ રહેલુ છે.મહંમદ પયંગબર સાહેબે રમજાન મહિના દરમ્યાન રોજા રાખી ખુદાની ઈબાદત કરવાનું તેમજ જરૂરીયાતમંદો માટે ઈફતાર નું આયોજન કરવાનું ફરમાવેલ છે.સામુહિક ભોજનથી સર્વે બિરાદરોને એક સમાન રોજા ખોલવાની સહુલિયત મળે છે.તેથીજ મુસ્લિમ બિરાદરો ઈફતાર મજલીસનું આયોજન કરવામાં આવતું હોય છે.ત્યારે
બોટાદ જીલ્લાનું રાણપુર કોમી એકતા માટે સમગ્ર ભારત માં જાણીતુ છે.રાણપુરમાં વર્ષોથી હિન્દુ-મુસ્લિમ સમાજ તમામ તહેવારની સાથે ઉજવણી કરે છે પછી મહોરમ હોય કે નવરાત્રી એક બીજા સાથે હળી મળી ને તમામ તહેવાર ની ઉજવણી માટે જાણીતા રાણપુર શહેરમાં વિશ્વ વિખ્યાત ટેક્ષપીન બેરીંગ કંપની આવેલી છે.કંપનીમાં ૧૫૦૦ કરતા વધુ કર્મચારીઓ કામ કરે છે.કંપનીના માલીક દ્વારા પોતાની કંપનીમાં નોકરી કરતા મુસ્લિમ સમાજના કર્મચારીઓને ઈફતાર પાર્ટી નું આયોજન કરવામાં આવ્યુ હતુ. ૩૦૦ થી ૪૦૦ જેટલા મુસ્લિમ કર્મચારીઓએ રોજા રાખ્યા હતા.અને તેમના માટે ટેક્ષનીન બેરીંગ પ્લાન્ટ ટુ ખાતે કંપનીના માલીક ભુપેન્દ્રભાઈ મકવાણા,દિપેનભાઈ મકવાણા અને વિશાલભાઈ મકવાણા દ્વારા તેમની કંપનીમાં નોકરી કરતા કર્મચારીઓ માટે ભવ્ય ઈફતાર પાર્ટી કરીને કંપનીના માલીકે પોતાના હાથે તમામ મુસ્લિમ કર્મચારીઓને હિન્દુ કર્મચારીઓએ રોજા ખોલાવ્યા હતા.જેમાં તરબુચ, ચીકુ, સફરજન,લીંબુ સરબત,આઈસ્ક્રીમ જેવી અનેક આઈટમો ખવડાવી ને રોજા ખોલાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો મનિશભાઈ ખટાણા,મકસુદભાઈ શાહ સહીત મૌલવીઓ ખાસ હાજર રહ્યા હતા અને હિન્દુ-મુસ્લિમ સમાજની એકતા ના દર્શન કરાવ્યા હતા..
તસવીર-વિપુલ લુહાર,રાણપુર
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





