સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ડ્રાયફ્રુટનો અન્નકુટ ધરાવવામાં આવ્યો

0
13

બોટાદ જીલ્લાના સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદીર દ્વારા પવિત્ર શ્રાવણ માસ ૨૦૧૯ અંતર્ગત વિવિધ ઉત્સવો નું આયોજન કરવામાં આવ્યુ છે.ત્યારે મહંત પુરાણી સ્વામી વિષ્ણુપ્રકાશદાસજી (અથાણાવાળા)ની શુભ પ્રેરણાથી તેમજ કોઠારી સ્વામી વિવેકસાગરદાસજીના માર્ગદર્શન તેમજ પુજ્ય લક્ષ્મીપ્રસાદ સ્વામી અને પુજારી સ્વામીની ભારે મહેનત થી શ્રાવણ માસના બીજા શનિવારે ભવ્ય ડ્રાયફ્રુટ ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં હનુમાનજી મહારાજ ને તમામ પ્રકારના ડ્રાયફ્રુટ અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો.અને બપોરના ૧૨ કલાકે ડ્રાયફ્રુટ ઉત્સવ નિમિત્તે હનુમાનજીદાદા ની ભવ્ય અન્નકુટ આરતી હરિપ્રકાસદાસજી દ્વારા કરવામાં આવી હતી આ સમયે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી હતી અને દાદા ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી…

તસવીર:વિપુલ લુહાર,રાણપુર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY