રાણપુરના ધારપીપળા ગામે બજરંગદાસ બાપાની મઢુલીની તીથી નિમિત્તે ચતુર્થ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન યોજાયા

0
61

સમૂહ લગ્નમાં જોડાયેલા 51 નવદંપતિને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 102 શુભેચ્છા પાઠવતા મોમેન્ટો મોકલ્યા

બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના ધારપીપળા ગામે ધારપીપળા ગામ સમસ્ત બજરંગદાસ બાપાની મઢુલીની 13મી પુર્ણતિથી,મઢુલીવાળા મહાદેવનો ઉત્સવ અને સર્વજ્ઞાતિના 51 દિકરીઓના ચતુર્થ સમૂહ લગ્નોત્સવ યોજાયા હતા આ સર્વજ્ઞાતિના સમૂહ લગ્ન પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી એ વહુ અને વરરાજા ને શુભેચ્છા પાઠવતા મોમેન્ટો મોકલાવ્યા હતા 102 શુભેચ્છા પાઠવતા મોમેન્ટો મોકલાવતા તમામ વહુ અને વરરાજાને આ મોમેન્ટો આપવામાં આવ્યા હતા પુજ્ય.ભગવાનદાસબાપુ નાનોદરા,ભક્ત ભુષણ.જનકસિંહ સાહેબ અમરધામ(છલાળા)પુજ્ય ભક્તીગીરી માતાજી દામનગર સહીત અનેક સંતો મહંતો પ્રભુતામાં પગલા માંડતા 51 નવદંપતિઓને આશિર્વાદ આપ્યા હતા જ્યારે રાજ્ય સરકારના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા,ધંધુકા મતવિસ્તારના ધારાસભ્ય રાજેશભાઈ ગોહીલ, પુર્વ ધારાસભ્ય,લાલજીભાઈ,કાળુભાઈ ડાભી-કોળીસમાજ પ્રમુખ ગુજરાત સહીત અનેક રાજકીય અને સામાજિક આગેવાનો આ પ્રસંગે હાજર રહ્યા હતા આ દરમ્યાન લોકમેળા માં ભારે ભીડ જોવામળી હતી 51 દીકરીઓને દાતાઓ ના સહયોગથી કરીયાવર મોટા પ્રમાણમાં આપવામાં આવ્યો હતો આ સમૈયા માં આવેલ તમામ લોકો માટે જમવાની સગવડ કરવામાં આવી હતી અને અંદાજે એકલાખ પચ્ચાસ હજાર જેટલા લોકો જમ્યા હતા આ સમૈયા માં ખુબજ મોટી સંખ્યામાં લોકો ઉમટી હતા અને જ્યાં જોવો ત્યાં માનવ મહેરામણ દેખાતો હતો આ સમગ્ર આયોજન ધારપીપળા ગામ સમસ્ત કરવામાં આવ્યુ હતુ

રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY