રાણપુરના કુંડલી ગામે યુવાનનું ઈકોમા અપહરણ કરી માર મારી સાત શખ્સો પલાયન.

0
34

પ્રેમલગ્નમા આ યુવક સામેલ હોય તેની દાજ રાખી યુવતીના ભાઈઓએ અપહરણ કર્યુ હોવાનુ યુવકે જણાવ્યું.

બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના કુંડલી ગામે કોળી પટેલ યુવાનનુ સવારના સમયે ઈકો ગાડીમા આવેલ ચાર શખ્સો અપહરણ કરી નાશી છુટતા ગામમા ચકચાર મચી ગઈ હતી.
પોલીસ સુત્રો મળતી માહિતી મુજબ રાણપુર તાલુકાના કુંડલી ગામે તા.19/8/19ના રોજ સવારના 9 કલાકે હીતેશભાઈ વજુભાઈ દુમાદીયા કોળી પટેલ ઉ.વર્ષ.22 નું આજ ગામના મનહર મુળજી સાકળીયા, મુના માવજી સાકળીયા, મહેશ ઝવેર સાકળીયા અને રધુ ઘુઘા બાવળીયા ચારેય મળી ઈક્કો ગાડીમા હીતેશને બળજબરી પૂર્વક બેસાડી અપહરણ કરી હડદડ ગામની સીમમા લઈ જઈ આ યુવકને ચારેય શખ્સોએ મનહરની બહેનને કાનજી રણછોડ મકવાણા સાથે ભગાડવામા અને તેની સાથે પ્રેમલગ્નમા હીતેશે મદદ કરી હોવાનુ કહી ઉપરોક્ત ચારેય શખ્સો અને બીજા ત્રણ અજાણ્યા માણસો સાતેયે મળી હીતેશને ગાળો આપી લાકડી, પટ્ટા અને ઢીકાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધામકી આપી સાતેય શખ્સો નાશી છુટ્યા હતા.
આ બનાવ અંગે હીતેશ દુમાદીયા રહે. કુંડલીએ રાણપુર પોલીસ સ્ટેશનમા સાતેય શખ્સો વિરૂધ્ધ અપહરણ અને મારમારવાનો ગુનો નોંધાવતા આગળની તપાસ પી.એસ.આઈ. જી.વી.રાણા ચલાવી રહ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY