બોટાદ SOG અને પેરોલ ફર્લો સ્કોડે રાજકોટ મધ્યસ્થ જેલ માંથી પેરોલ પરથી ફરાર કેદીને પિસ્ટલ સાથે પકડી પાડ્યો

0
385

પોલીસ મહાનિર્દેશક ગાંધીનગર તથા નરસિંમ્હા કોમાર આઇ.જી.પી. ભાવનગર તરફથી નાસ્તા-ફરતા આરોપીઓને શોધી કાઢવા ઝુંબેશ રાખવામાં આવેલ હોય જે ઝુંબેશ ના ભાગ રૂપે બોટાદ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા દ્વારા બોટાદ જીલ્લાના નાસ્તા-ફરતા આરોપીઓને પકડવા માટે સુચના આપેલ હોય જે અનુસંધાને SOG, શાખા ના ઇંન્ચાર્જ પો.ઇન્સ. એચ.આર.ગોસ્વામી સાહેબ ના માર્ગદર્શન હેઠળ SOG/પેરોલ-ફર્લો સ્કોડ ના માણસો આજ રોજ પાળીયાદ પો.સ્ટે વિસ્તાર માં પેટ્રોલીંગ માં હોય દરમ્યાન બાતમી મળેલ કે, રાજકોટ બી.ડીવી.પો.સ્ટે ફ.ગુ.ર.નં.૩૨૭/૦૭ IPCક. ૪૮૯(A,B,C),૩૪ ના ગુના ના કામનો અને હાલ રાજકોટ મધ્યસ્થ જેલ માંથી છેલ્લા ત્રણેક માસથી પેરોલ પરથી ફરાર આરોપી મનસુખભાઇ નાગજીભાઇ શેખ રહે,બાબરકોટ વાળો બાબરકોટ ચોકડી પાસે આવવાનો છે. જે બાતમી ને આધારે વોચ ગોઠવી સદર આરોપી આવતા કોર્ડન કરી પકડી પાડી મજકુર આરોપી પાસેથી એક દેશી બનાવટની પિસ્ટલ,મેગ્જીન તથા જીવતા પાંચ કારતુસ સાથે SOG પેરોલ-ફર્લો સ્કોડ,બોટાદ દ્વારા પકડી કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવેલ છે. આગળની તપાસ એન.સી.સગર પો.સબ.ઇન્સ.પાળીયાદ પો.સ્ટેશન ચલાવી રહ્યા છે આ કામગીરી માં SOG પેરોલ-ફર્લો સ્કોડ, તથા LCB શાખા, ટેકનિકલ સેલ ની ટિમો જોડાઈ હતી.

રિપોર્ટર-વિપુલ લુહાર,બોટાદ(રાણપુર)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY