બોટાદ એલ.સી.બી.એ ગઢડાના લાખણકા ગામેથી ઘેલો નદીમાંથી ખનીજ ચોરી કરતા ૭ ઇસમોને રૂ.૪૨,૦૩,૫૦૦ લાખના મુદામાલ સાથે ઝડપી પાડ્યા

0
12

ભાવનગર પોલીસ મહાનિરીક્ષક નરસિમ્હા કોમાર દ્વારા ખનીજ ચોરીની પ્રવૃતીને નેસ્‍ત નાબુદ કરવાની સુચના આપેલ જે અનુસંધાને બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાના સીધા માર્ગદર્શન હેઠળ બોટાદ એલ.સી.બી./એસ.ઓ.જી.ના પો.ઇન્સ. એચ.આર.ગોસ્વામી તથા એલ.સી.બી. ના હે.કો.ભગવાનભાઇ,પો.કો.ક્રિપાલસિંહ,પો.કો.બળદેવસિંહ તથા એસ.ઓ.જી. સ્ટાફના પો.કો.ભગીરથભાઇ,પો.કો. પરાક્રમસિંહ સહીત સ્ટાફના માણસો ગઢડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ રાઉન્ડમાં હતા તે દરમ્યાન મળેલ બાતમી આધારે લાખણકાથી ઇશ્વરીયા જવાના માર્ગે ઘેલો નદીમાં ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા લાલાભાઇ વરજાંગભાઇ ડાંગર રહે.લાખણકા તા.ગઢડા જી.બોટાદ,બાલાભાઇ સારાભાઇ સોહલા રહે.પીપળ તા.ગઢડા જી.બોટાદ,મુનાભાઇ વજેકરણભાઇ ડાંગર રહે.લાખણકા તા.ગઢડા જી.બોટાદ,બુધેશભાઇ વજેકરણભાઇ ડાંગર રહે.લાખણકા તા.ગઢડા જી.બોટાદ,વાલાભાઇ રામભાઇ ડાંગર રહે.લાખણકા તા.ગઢડા જી.બોટાદ,રાણાભાઇ ખેંગારભાઇ ડાંગર રહે.લાખણકા તા.ગઢડા જી.બોટાદ,રાહાભાઇ વજેકરણભાઇ ડાંગર રહે.લાખણકા તા.ગઢડા જી.બોટાદ ને સ્થળ ઉપરથી લોડર વાહન નંગ-૨ કી.રૂ.૧૪,૦૦,૦૦૦,ડમ્પર વાહન નંગ-૨ કી.રૂ.૨૫,૦૦,૦૦૦,ફોરવ્હીલ નંગ-૧ કી.રૂ.૨,૦૦,૦૦૦,મો.સા. નંગ-૩ કી.રૂ.૯૫,૦૦૦,મોબાઇલ ફોન નંગ-૧૧ કી.રૂ.૮,૦૦૦,ડમ્પર વાહનમાં ભરેલ રેતી ટન એક કી.રૂ.૫૦૦મળી કુલ કી.રૂ.૪૨,૦૩,૫૦૦ના મુદામાલ સાથે પકડી પાડવામાં આવેલ તેમજ મુકેશભાઇ જીણાભાઇ સેફાતરા રહે.ગઢડા તા.જી.બોટાદ,કાંતીભાઇ ઓડ રહે.ગઢડા તા.જી.બોટાદ,બાબુભાઇ બારૈયા રહે.ઇશ્વરીયા તા.ગઢડા જી.બોટાદ હાજર નહી મળી આવતા ઉપરોકત તમામ વિરૂધ્ધ ઇપીકો ક.૩૭૯,૧૧૪ તથા ગુજરાત ખનીજ ખાણ અને હેરફેર સંગ્રહ નિવારણ ૨૦૦૫ ની કલમ ૪(૧),૪(૧)(એ),૨૧(૧) મુજબનો ગુન્હો ગઢડા પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવી ધોરણસર કાર્યવાહી કરેલ છે

રિપોર્ટર-વિપુલ લુહાર,બોટાદ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY