પોલીસ અને લોકો વચ્ચે પરસ્પર સંકલન વધે તેમજ બોહળા લોકો સુધી સરકારી યોજનાઓનો પ્રચાર થાય તે આ યોજનાનો હેતુ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.કરણરાજ વાઘેલા

મોરબી:આસો સુદ એકમ થી નવરાત્રી ની શરૂઆત થવા ના હવે ગણતરી ના દિવસો બાકી છે ત્યારે દરેક શહેરો માં નવરાત્રી ની પરંપરાગત ઉજવણી ની તૈયારીઓ શરૂ થઈ ચુકી છે ત્યારે હળવદ પોલીસ પરિવાર દ્વારા રૂમજુમ નવરાત્રી ૨૦૧૯ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે,આ નવરાત્રી મહોત્સવ ઇન્ટરનેશનલ ફોક કલાકાર જયમત દવે,ઉષ્મા પ્રજાપતિ, પોતાના સાજીંદા કલાકાર સાથે નવરાત્રીની ધૂમ મચાવશે સાથે ગુજરાતી ફિલ્મના કલાકારો વિક્રમ ઠાકોર કમલેશ બારોટ કોમેડી કલાકાર જીતુ પંડયા વગેરે કલાકારો નવ દિવસ નવરાત્રી મહોત્સવ ધૂમ મચાવશે,
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક ડો. કરણરાજ વાઘેલા ના માર્ગદર્શન નીચે હળવદ પીઆઈ એમ, આર, સોલંકી તથા સ્ટાફ દ્વારા પોલીસ લાઈન ખાતે નવ દિવસ સુધી રૂમઝૂમ નોરતા 2019 નું ભવ્યાતિભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય નવરાત્રી રૂમઝૂમ નોરતા 2019 આયોજન કરયુ છે, આ ઉત્સવમાં બોહાળા લોકો સમુદાય ભેગો થાય છે જેથી આ માધ્યમથી સરકારની લોક જાગૃતિ અંગેની વિવિધ યોજનાઓની જાણકારી, સ્વચ્છ ભારત મિશન ,ટ્રાફિક અવેરનેસ ,પ્લાસ્ટિક મુક્ત ભારત ,બેટી બચાવો બેટી પઢાવો ,જળ એ જીવન , કુપોષણ મુક્ત ભારત ,વગેરે જેવી વિવિધ થીમ તથા યોજનાઓની આ ઉત્સવ ના માધ્યમથી લોકોમાં વધે તેવા પ્રયાસ મોરબી જિલ્લા ક્સપોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે ઉત્સાહ ઉમંગ સાથે રૂમઝૂમ નોરતા માં જોડાવા જાહેર જનતાને પોલીસ પરિવાર દ્વારા આમંત્રણ પાઠવ્યું છે,ભવ્ય થી ભવ્ય ઉજવણી થાય તે માટે પોલીસ પરીવાર ભારે જહેમત ઉઠાવી રહયુ છે,
મયુર રાવલ હળવદ
મો 9909458555
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




