સાળંગપુર મંદીરના કોઠારી જ્ઞાનેશ્વર સ્વામીની હાજરીમાં સત્સંગ યોજાઈ

બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં પ્રમુખસ્વામી માર્ગ ઉપર ચાર વર્ષ પુર્વે બી.એ.પી.એસ.સંસ્થા નુ ભવ્ય શિખરબંધ મંદીર નુ નિર્માણ થયુ હતુ આ મંદીર ને ચાર વર્ષ પુર્ણ થતા ચોથો પાટોત્સવ ઉજવાયો હતો આ પાટોત્સવ પ્રસંગે મહાપુજા યોજાઈ હતી જેમા મોટી સંખ્યામાં હરિભક્તો એ મહાપુજા કરી હતી સાથે અલગ અલગ વાનગીઓનો ભવ્ય અન્નકોટ કરવામાં આવ્યો હતો સાંજના સમયે જ્ઞાનેશ્વર સ્વામીના હસ્તે અન્નકોટ ની મહા આરતી ઉતારવામાં આવી હતી સાળંગપુર બી.એ.પી.એસ.સ્વામિનારાયણ મંદીર ના કોઠારી જ્ઞાનેશ્વર સ્વામી ની હાજરીમાં ભવ્ય સત્સંગ સભા યોજાઈ હતી આ પાટોત્સવમાં સાળંગપુર થી વિધ્વાન સંતો ખાસ હાજર રહ્યા હતા જેમા મુનીસેવા સ્વામી,બ્રમભુષણ સ્વામી,શ્વેતપ્રકાશ સ્વામી,વિનમ્રસેવા સ્વામી,ઉદારચરિત સ્વામી,પ્રયાગપુરૂષ સ્વાભી,પ્રિયકિર્તન સ્વામી રાણપુર ના જાણીતા ઉદ્યોગપતિ ભુપતભાઈ મકવાણા,રાજુભાઈ મકવાણા,વિશાલભાઈ મકવાણા સહીત મોટીસંખ્યામાં હરિભક્તો એ ચોથા પાટોત્સવ નો લાભ લીધો હતો
રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





