ન્યુ દિલ્હી,તા.૧૮
કેન્દ્રીય શિક્ષક પાત્રતા પરિક્ષા (સીટેટ)ને લઈને ચાલી રહેલી અનિશ્ચિતતાઓ વચ્ચે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સીબીએસઈ)એ કહ્યું છે કે બીએડ પાસ ઉમેદવાર પણ ધો.૧થી ૫ સુધી માટે સીટેટ આપી શકે છે. ઉલ્લેખનીય છે કે ૧ ઓગસ્ટથી જારી સીટેટના ઈન્ફર્મેશન બુલેટિનમાં પ્રાયમરી સ્તરના સીટેટ માટે જરૂરી ન્યુનત્તમ યોગ્યતામાં બીએડ પાસ ઉમેદવારોને જગ્યા આપવામાં આવી નહોતી.
સીબીએસઈના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે અમે માનવ સંશાધન મંત્રાલય તરફથી જારી તમામ નિર્દેશોનું પાલન કરી રહ્યા છીએ. તેમાં બીએડ ઉમેદવારોને પ્રાથમિક કક્ષાઓમાં ભણાવવા માટે મહ¥વતા આપવાનો એનસીટીઈનો નિર્ણય પણ સામેલ છે. અધિકારીએ કહ્યું કે સીટેટના ઈન્ફર્મેશન બુલેટિનના સાત નંબરના પેરેગ્રાફમાં સ્પષ્ટ લખ્યું છે કે જે ઉમેદવાર પહેલીથી પાંચમી અને છઠ્ઠાથી આઠમા બન્ને સ્તરે ભણાવવા માગે છે તેણે બન્ને પેપર આપવા પડશે. આવામાં એ સ્પષ્ટ છે કે અમે કોઈને પરીક્ષા આપવાથી રોકી શકીએ નહી. જા કે અધિકારીએ સ્વીકાર કર્યો કે ઈન્ફર્મેશન બુલેટિનમાં અપાયેલી માહિતી સ્પષ્ટ નથી. તેના કારણે વિદ્યાર્થીઓમાં અસમંજસની સ્થિતિ ઉભી થઈ રહી છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





