હવે માલગાડી ૧૦૦ કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે

0
9

ન્યુ દિલ્હી,તા.૧૮
વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેડ કોરિડોર (ડીએફસી) પર પહેલીવાર ૧૯૦ના ટ્રેક પર માલગાડીનું ટ્રાયલ રન થયું હતું. ગત બુધવારના રોજ આ ટ્રાયલ અટેલી (હરિયાણા)થી ફુલેરા(રાજસ્થાન) વચ્ચે કરવામાં આવ્યું હતું. આ ટ્રાયલ સાથે જ ૧,૫૦૪ કિ.મી લાંબા પિશ્ચમી ડીએફસીને પૂરું કરવાની કવાયત પણ ઝડપી બની છે. આ કોરિડોર પર ૧૦૦ કિ.મી પ્રતિકલાકની ઝડપથી માલગાડી ચલાવવાની યોજના છે.
નોંધનીય છે કે વર્તમાનમાં ભારતીય રેલવેમાં માલગાડીની ઝડપ ૩૦-૩૫ કિ.મી પ્રતિકલાક છે. ૯કિ.મીના વિસ્તારને છોડતાં જેએનપીટીથી વૈતરણા સુધી ૧૦૨ ક્ષેત્ર સિવિલ વર્કનું કામકાજ શરુ થઈ ગયું છે. ટાટા પ્રોજેક્ટ્‌સ દ્વારા આ કામ કરવામાં આવી રહ્યું છે. યોજના અનુસાર સપ્ટેમ્બર ૨૦૨૦ સુધીમાં કામ થઈ જશે. આ વર્ષના અંત સુધીમાં વેસ્ટર્ન ડીએફસીનો પહેલો તબક્કો (૯૪૧કિમી) અટેલી-મહેસાણા સુધી જલદી શરુ થવાની આશા છે.
૩૦ ઓક્ટોબર ૨૦૦૬ના રોજ કંપની એક્ટ હેઠળ ડેડિકેટેડ ફ્રેડ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈÂન્ડયા લિમિટેડની સ્થાપના થઈ હતી. વર્ષ ૨૦૦૭-૧૨ની પંચવષૠય યોજનામાં આ પરિયોજનાનો સમાવેશ થતો હતો. જેની હેઠળ વેસ્ટર્ન ડીએફસી અને ઈસ્ટર્ન ડીએફસી કુલ ૩,૩૬૦ કિ.મી લાંબો ફ્રેટ કોરિડોર (માલગાડીઓ માટે અલગ ટ્રેક) પ્રસ્તાવિત થયો હતો. ઈસ્ટર્ન ડીએફસી લુધિયાણા(પંજાબ)થી દાનકુની (પિશ્ચમ બંગાળ) સુધી ૧,૭૬૦ કિ.મી લાંબો કોરિડોર હશે. આ કોરિડોર પર હવે ૧૦૦કિ.મી પ્રતિ કલાકની ઝડપથી ૧.૫ કિ.મી ડબલડેકર માલગાડી દોડશે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY