નાનપણથી ધૂમ્રપાન કરનાર વ્યક્તિ સાથે રહેવાથી સીઓપીડીનું જોખમ વધે છે

0
31

ન્યુ દિલ્હી,તા.૧૮
શું તમે સતત ધૂમ્રપાન કરો છો? જા હાં, તો પોતાની જીંદગીને ભયમાં મુકવા સાથે સાથે તમે તમારા બાળકો માટે પણ જાખમ ઊભું કરી રહ્યા છો. શોધકર્તાઓએ ચેતાવણી આપી છે કે તેનાથી વયસ્કોમાં ક્રોનિક ઓબ્સટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ (સીઓપીડી)ના કારણે મૃત્યુનું જાખમ વધી શકે છે. શંશોધન દરમિયાન જણાયું કે જે લોકો પાતના નાનપણથી એક નિયમિત ધૂમ્રપાન કરનાર વ્યક્તિ સાથે રહે છે, તેમનામાં ૩૧ ટકા સીઓપીડીથી મરવાનો ભય વધુ રહે છે.
જ્યારે ધૂમ્રપાન કરનાર વ્યક્તિના ધૂમાડાના સંપર્કમાં આવનારા ૯ ટકા વયસ્કોને મૃત્યુનો ભય હોય છે. તેમાં ગંભીર હૃદય રોગથી ૨૭ ટકાથી વધુ મોતનું જાખમ, ૨૩ ટકાને એટેકથી મોતનું જાખમ, અને સીઓપીડીથી સૌથી વધુ ૪૨ ટકા મોતનો ભય રહેલો છે. અમેરિકાની અમેરિકન કેન્સર સોસાયટીના એપીડેમાયોલોજિસ્ટ ડબ્લ્યૂ. રાયન ડાયવરે કહ્યું, આ પહેલું શંશોધન છે જેમાં મધ્ય વય કે તેનાથી નાની ઉંમરમાં સીઓપીડીથી ધૂમ્રપાન નહીં કરનાર વ્યક્તિ અને નાનપણ વચ્ચે સંબંધ અંગે દર્શાવાયું છે.
તેમણે કહ્યું કે, નિષ્કર્ષો દ્વારા એ પણ જાણકારી મળી કે બીજા વ્યક્તિ દ્વારા ધૂમ્રપાનના સંપર્કમાં આવનાર લોકો વયસ્કોમાં સીઓપીડીથી મરવાનો ભય વધુ રહેલો છે. શંશોધનના માટે ટીમમાં ૫૦થી ૭૪ વર્ષની ઉંમરના ધૂમ્રપાન ન કરનાર ૭૦,૯૦૦ પુરુષો અને મહિલાઓ શામેલ હતા. શંશોધન માટે તેમના પર ૨૨ વર્ષો સુધી નજર રાખવામાં આવી હતી.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY