રાજપીપળાના ખેડૂત પાસેથી 2.75 લાખ ઉછીના લઇ પરત ન અપાતા થરીના યુવાનને એક વર્ષની સજા ફટકારતી કોર્ટ 

0
433

લોકો પાસેથી નાણાં ઉછીના લઈને કોર્ટમાં નાદારી નોંધાવી હોય કોર્ટે અનેક ગુના આ યુવાનના પેંડીગ હોય સજા ફટકારી

રાજપીપળા : રાજપીપળાના ખેડૂત પાસેથી નાતીભાઈ અને મિત્રતામાં થરીના એક યુવાને 2.75લાખ ઉછીના લઇ પરત ન અપાતા ખેડૂતે કોર્ટમાં કેશ કરતા ખેડૂત તરફે વકીલ આર. એસ. પંજવાણીએ રજૂઆત કરી અને લોકો પાસેથી નાણાં ઉછીના લઈને કોર્ટમાં નાદારી નોંધાવી રહ્યા હોય આવા અનેક ગુના આ યુવાન સામે પેંડીગ હોય જે બાબત નામદાર કોર્ટ સામે લાવતા કોર્ટે આ યુવાનને એક વર્ષની કેદની સજા ફટકારી છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા વણકર વાસમાં રહેતા અનિલ ઈશ્વર પટેલ જેઓ ખેતી કરે કરે છે. જેમના નાતીભાઈ અને મિત્ર એવા થરી ગામના નિલેશ રમણ પટેલને પોતાનો પુત્ર ગાંધીનગર ભણતો હોય જેની ફી ભરવા માટે પૈસાની જરૂર હતી જેથી તેને 2.75 લાખ રૂપિયા ઉછીના માંગ્યા હતા અને છ મહિનામાં પરત આપવાની વાતે ચેક આપીને લઇ ગયો હતો 2015- 16 માં ઉછીના માંગેલા રૂપિયા તેને પરત ના અપાતા બેંકમાં ચેક નાખવા જતા બેલેન્સ ના હોય ચેક બાઉન્સ થયો હતો. ત્યાર બાદ પણ વારંવાર માંગણી કરતા નિલેશ પટેલ નાણાં આપી શક્યો ન હતો. જેથી ધારાશાસ્ત્રી આર.એસ. પંજવાણી દ્વારા રાજપીપળા ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં નેગોશીયેબલ ઈન્સ્ટુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ ફરિયાદ દાખલ કરતા જે કેશ રાજપીપળાની ચિફ જ્યુડીશિયલ જજ એસ.એમ કામદાર ની કોર્ટમાં ચાલી જતા વકીલે ધારદાર દલીલ કરી કે આ વ્યક્તિ સામે આવા અનેક ગુના નોંધાયેલા છે અનેક લોકો પાસેથી ઉછીના નાણા લઈને પરત આપેલ ના હોય આવા વ્યક્તિને સજા કરવી જરૂરી હોવાની રજૂઆતને ધ્યાને લઇ નામદાર કોર્ટે નિલેશ પટેલને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY