ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડ પોતાના ખેલાડીને આઈપીએલનાં અંતિમ સપ્તાહમાં નહી રમવા દે

0
25

(જી.એન.એસ.)મેલબર્ન,તા.૧૬
દુનિયાભરમાં ચાલી રહેલ ક્રિકેટની ટી૨૦ લીગ્સમાં ભારતની આઈપીએલનો રૂતબો તેથી સૌથી વધારે માનવામા આવે છે કેમ કે આનામાં દુનિયાભરના ટોપ ખેલાડી રમે છે. આઈપીએલને લઈને ક્રિકેટની દુનિયાભરમાં ફૂટબોલની જેમ ક્લબ ફજ કંટ્રીનો નવો વિવાદ ઉભો થયો છે. હેવ આ વિવાદને લઈને નિર્ણાયક પગલાઓ ઉઠાવતા ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પોતાના ખેલાડીઓ માટે આઈપીએલમાં રમવાને લઈને કેટલીક શરતો જાડી દીધી છે.
ક્લબ ક્રિકેટ પર દેશને અધિક મહત્વ આપીને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા વિશ્વકપ ટીમ માટે પસંદ કરેલા પોતાના ખેલાડીઓને ૨૦૧૯ આઈપીએલના અંતિમ સપ્તાહમાં રમવાની સ્વીકૃતિ આપશે નહી. જેથી તેમના ખેલાડી વર્લ્ડકપ માટે સારી રીતે તૈયારી કરી શકે. આઈપીએલની શરૂઆત આ વખતે નિર્ધારિત સમયથી પહેલા થશે જેનાથી ખેલાડીઓને ૩૦ મેથી ઈંગ્લેન્ડમાં શરૂ થઈ રહેલ વિશ્વકપથી પહેલા આરામથી તૈયારીનો પર્યાપ્ત સમય મળે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સ્પષ્ટ કરી દીધુ છે કે, ગત ચેમ્પિયન ટીમ માટે વિશ્વકપ પ્રાથમિકતા છે અને આઈપીએલમાં રમવાની પરવાનગી મેળવવા માટે ખેલાડીઓને પોતાના શેફીલ્ડ શીલ્ડ અને રાષ્ટ્રીય પ્રતિબદ્ધતા પૂરી કરવી પડશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સાથે તેવું પણ કહ્યું છે કે, વિશ્વ કપ માટે પસંદ કરેલા ૧૫ ખેલાડીઓ મેની શરૂઆતમાં પૂર્વ શિબિરમાં પણ ભાગ લેશે જેનો અર્થ થયો કે, તેઓ આઈપીએલના પાછલા ત્રણ અઠવાડિયાઓમાં ઓસ્ટ્રેલિયાન ખેલાડીઓ હાજર રહેશે નહી. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ઈજીએમ ટીમ પર્ફોમન્સ બેલિંડા ક્લાર્કે કહ્યું કે, આ મુશ્કિલ સમય છે કેમ કે, ક્રિકેટ વિશ્વ કપના કારણે આઈપીએલની તારીખને આગળ ધકેલી છે અને તે અમારા ઘરેલૂ સત્ર સાથે ટકરાઈ રહી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY