કાશ્મીર પર આફ્રિદીનાં નિવેદનથી મિયાંદાદ ભડકયો
ન્યુ દિલ્હી,તા.૧૬
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન જાવેદ મિયાંદાદ એ પોતાના દેશના ક્રિકેટરોને વિવાદોથી બચાવા માટે રાજકીય અને અન્ય સંવેદનશીલ મુદ્દા પર પોતાના અભિપ્રાયોથી બચવા માટેની સલાહ આપી. હરફનમૌલા શાહિદ આફરિદી દ્વારા કાશમીર મુદ્દા પર વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ તેમણે આ વાત કહી.
મિયાંદાદ એ કરાચીમાં મીડિયાને કહ્યું કે હું એટલું જ કહીશ જે આફરિદી એ કહ્યું તે યોગ્ય નહોતું અને તેનાથી તે બચી શકતો હતો. તેમણે વધુમાં કહ્યું કે ક્રિકેટરોએ રાજકીય અને અન્ય સંવેદનશીલ મુદ્દાઓ પર નિવેદન આપવાની બચવું જાઇએ. તેમણે રિટાયર થવા સુધી ક્રિકેટર પર જ ફોકસ કરવું જાઇએ અને ત્યારબાદ નવી કેરયિર અંગે વિચારવું જાઇએ.
આફરિદીએ ટ્વિટર પર લખ્યું, ‘ભારતીય મીડિયા એ મારા નિવેદનને તોડી મરોડીને રજૂ કર્યું. હું મારા દેશને લઇ ખૂબ જ જજ્બાતી છું અને કાશ્મીરીઓના સંઘર્ષની કદર કરું છું. ઇંસાનિયત બની રહેવી જાઇએ અને તેમને તેનો હક મળવો જાઇએ.’
આપને જણાવી દઇએ કે પૂર્વ પાકિસ્તાની ઓલરાઉન્ડર શાહિદ આફરિદીએ બુધવારના રોજ જમ્મુ-કાશ્મીરને લઇ નિવેદન આપ્યું હતું. આફ્રિદીના આ નિવેદન પર વિવાદ થયો. ઇંગ્લેન્ડનું સાંસદ કહેવાતા હાઉસ ઓફ કોમન્સમાં આફરિદીએ કહ્યું કે પાકિસ્તાને કાશ્મીરની ચિંતા કરવી જાઇએ નહીં.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"








