(જી.એન.એસ)સૈનફ્રાન્સિસકો,તા.૨૭
એપલના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) ટિમ કૂકે કહ્યું કે, તેના માટે ગે હોવું એ ભગવાનની સૌથી મોટી ભેટ છે. ૩૦ ઓક્ટોબર, ૨૦૧૪ના રોટ ટિમે વિશ્વની એક જાણીતી કંપનીના પ્રથમ ગે સીઈઓ તરીકે પોતાની ઓળખનો ખુલાસો કર્યો હતો. જાકે આ પહેલા તેની ગે હોવાની અફવાઓ ઘણાં સમયથી ચાલી રહી હતી, પરંતુ તેમણે ક્યારેય તેની પુષ્ટી કરી ન હતી. કૂકે કહ્યું કે, તે પોતાના વ્યક્તિત્વ અને પોતાના નિર્ણયથી ખુશ હતા.
૫૩ વર્ષીય ટિમ કૂકે બ્લૂમબર્ગ બિઝનેસવીક માટે લખ્યું કે, મે ક્યારે આ વાત છૂપાવી નથી, પરંતુ અત્યાર સુધી મે આ વાતને જાહેરમાં મેં ક્યારેય સ્વીકારી પણ ન હતી. જેથી હું સ્પષ્ટ કરવા માંગુ છું કે, મને ગે હોવા પર ગર્વ છે અને ગે હોવું મને ભગવાન તરફથી મળેલી મોટી ભેટ માનું છું. કૂકના આ ખૂલાસાથી તેમની ઓળખ એક એવા ઉંચા પદ પર રહેલા સીઈઓ તરીકે થઈ ગઈ છે, જે ગે છે.
તેમણે લખ્યું છે કે, ગે હોવાથી મને એ વાતનો ઉંડી સમજ થઈ કે, અલ્પસંખ્યક હોવાથી શું થાય છે. આ બધા પડકાર વચ્ચે મને આશાની એક કિરણ જાવા મળી, જે અન્ય અલ્પસંખ્યક સમૂહોને દરરોજ સામનો કરવાનો હોય છે. આ મને વધુ સહાનુભૂતીવાળો બનાવે છે અને આનાથી જીવન સમૃદ્ધ હોય છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




