ન્યુ દિલ્હી,તા.૨૭
મકાન, દુકાનોનાં નિર્માણ અને વેચાણના બિઝનેસમાં સંકળાયેલી કંપનીઓના ટોચના સંગઠન ક્રેડાઇએ વડા પ્રધાનના કાર્યાલય (પીએમઓ)ને પત્ર લખીને જણાવ્યું છે કે રિયલ્ટી સેક્ટર કેશ કટોકટીનો સામનો કરી રહ્યું છે અને આ ક્ષેત્રના કરજને ઘટાડવા માટે રાહત અપાવવા મદદ કરવા માગણી કરી છે.
પત્રમાં જણાવાયું છે કે નાણાકીય સંસ્થાઓએ બિલ્ડર કંપનીઓને મંજૂર લોનનું વિતરણ અટકાવી દીધું છે. તેનાથી રિયલ્ટી સેક્ટરના પ્રોજેક્ટ્સને કેશ કટોકટીનો સામનો કરવો પડી રહ્યો છે. પીએમઓને મોકલેલા પત્રમાં કોન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ, ડેવલપર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા (ક્રેડાઇ)એ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સને પૂરા કરવા બેન્ક લોનનું એક વાર પુનર્ગઠન કરવા અને લોન નહીં ચૂકવી શકનારા પ્રોજેક્ટની મદદ માટે ફંડ ઊભું કરવાની અપીલ કરી છે.
ક્રેડાઇએ જણાવ્યું છે કે નાણાંના અભાવે રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ અધૂરા રહ્યા છે. રિયલ એસ્ટેટમાં લોનને બંધ કરવાની બાબતે પીએમને દરમિયાનગીરી કરવા અપીલ કરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




