અમદાવાદ, તા. ૨૨
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચને મોટી સફળતા હાથ લાગી છે. બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે શહેરમાં બે જુદા જુદા વિસ્તારમાંથી ત્રણ કરોડથી પણ વધુ કિંમતનો ચરસનો જથ્થો જપ્ત કર્યો છે અને બે શખ્સોને પકડી પાડ્યા છે. ઝડપાયેલા બંનેની આકરી પુછપરછ ચાલી રહી છે. કેટલીક નવી વિગતો ખુલે તેવી શક્યતા દેખાઈ રહી છે. મળેલી માહિતી મુજબ બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચે જાળ બિછાવી હતી. અધિકારીઓને એવી બાતમી મળી હતી કે, ચિત્તોડગઢ, રાજસ્થાનની એક ડ્રગ્સ કેરિયર તરીકે કામ કરતી સાઈના ઉર્ફે કાલી છીપા નામની મહિલા પોતાની બેગમાં ગેરકાયદે ચરસનો જથ્થો લઇને આવી રહી છે. શ્રીનાથજી ટ્રાવેલ્સ મારફતે ઉદેપુરથી અમદાવાદ પહોંચીને જુનાગઢ તરફ આ મહિલા જનાર છે. બાતમી મળ્યા બાદ પોલીસ બ્રિજે ઇÂન્દરા બ્રિજ સર્કલ ખાતે મોડી રાત્રે જાળ બિછાવી હતી. શ્રીનાથજી ટ્રાવેલ્સની બસ આવી પહોંચતા પોલીસે તપાસ હાથ ધરી હતી જે દરમિયાન સાઇના ઉર્ફ કાલી નામની મહિલા ઝડપાઈ ગઈ હતી. ચકાસણી કરવામાં આવતા તેના બેગમાં ૧૨ કિલો ૬૮૪ ગ્રામ ગેરકાયદે ચરસનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ જથ્થાના આંતરરાષ્ટ્રીય કિંમત એક કરોડ ૯૦ લાખ રૂપિયાથી વધુ હોવાનું જાણવા મળ્યું છે. બીજી બાજુ પોલીસે બાતમીના આધારે જ અન્ય એક શખ્સને પણ પકડી પાડ્યો હતો. ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી કે કૈલાશ ઉદયરામ જે રાજસ્થાનનો નિવાસી છે તે નિમજ ખાતેથી આવતી અજય ટ્રાવેલ્સની બસમાં આવી રહ્યો છે અને તેની પાસે ચરસનો જથ્થો છે. તે ચરસનો જથ્થો લઇ અમદાવાદથી ધોળકા જવાનો છે. બાતમી મળ્યા બાદ પોલીસે એસપી રિંગરોડ નાના ચિલોડા ખાતે બસને રોકી હતી. અજય ટ્રાવેલ્સની બસને રોકવામાં આવ્યા બાદ કૈલાશ ઉદયરામને પકડી પાડ્યો હતો. તેની પાસેથી ૯ કિલો ૨૫૧ ગ્રામ ગેરકાયદે ચરસનો જથ્થો મળી આવ્યો હતો. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત ૧ કરોડ ૩૭ લાખ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે.
સંપૂર્ણ સમાચાર સેવા
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



