જાહેર મકાન, જમીન, ખાનગી મકાન, દિવાલ વગેરે મિલકતોના થતા બગાડ પર પ્રતિબંધ મુકતા જિલ્લા કલેકટર મતી રેમ્યા મોહન

0
13

ભુજ, મંગળવારઃ

ભારતનાં ચૂંટણી આયોગ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૧૯ યોજવાનું જાહેર કરેલ છે. ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષ કે ઉમેદવારો તરફથી વિશાળ કટઆઉટ, જાહેરાત પાટીયા. બેનર વગેરે દ્વારા પૈસાની તાકાતનું આડંબરયુક્ત પ્રદર્શન ન થાય તે હેતુથી રાજ્ય ચૂંટણી પંચે નક્કી કરેલ આચારસંહિતા મુજબ જિલ્લા કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારી મતી રેમ્યા મોહન દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામા અનુસાર કોઇપણ રાજકીય પક્ષ, ઉમેદવાર, સંસ્થા અથવા વ્યક્તિ દ્વારા કટઆઉટ, હોર્ડીંગ્ઝ, તોરણો, ધ્વજ, પતાકા, વગેરે સરકારી મિલ્કત કે ઇમારત પર મુકી કે પ્રદર્શિત કરી શકાશે નહીં.

જે જાહેર સ્થળોને જાહેરાત, બીલ બોર્ડ અને હોર્ડીંગ્ઝ પ્રદર્શિત કરવા માટે નક્કી કરવામાં આવેલ હોય અને તે સ્થળો કોઇ ખાનગી એજન્સીને વ્યક્તિગત ગ્રાહકોને ફાળવવા માટે આપવામાં આવેલ હોય તેવા કિસ્સામાં તમામ રાજકીય પક્ષો અને ઉમેદવારોને ચૂંટણીને લગતી જાહેરાતો પ્રદર્શિત કરવા માટે સમાન તક મળી રહે તે સંબંધીત ચૂંટણી અધિકારીએ મ્યુનિસિપલ ઓથોરિટી મારફતે સુનિશ્ચિત કરવાનું રહેશે.

ખાનગી સ્થળોએ સ્થાનિક કાયદાઓ જ્યાં તેના માલિકની પરવાનગીથી ખાનગી જગ્યામાં દિવાલો પર લખાણ કરવાની અને પોસ્ટરો ચોંટાડવાની, પાટીયાં, ઝંદા વગેરે લગાડવાની મંજૂરી આપતા હોય ત્યાં ચૂંટણી લડતા ઉમેદવારો એ અથવા સંબંધીત રાજકીય પક્ષોએ મિલ્કતના માલિક પાસેથી લેખિત પરવાનગી તેમજ સંબંધીત ચૂંટણી અધિકારી અથવા મદદનીશ ચૂંટણી અધિકારીની પૂર્વ મંજૂરી મેળવવાની રહેશે. મેળવેલ લેખિત પૂર્વ પરવાનગીની નકલ તથા મિલ્કત ધારકના નામ સરનામા અને થનાર ખર્ચ અંગેની વિગતો લેખિતમાં મદદનીશ ચૂંટણી અધિકારીને ચૂંટણી પંચે નક્કી કરેલા નમુનામાં પૂરી પાડવાની રહેશે અન્યથા આ પ્રકારની પ્રવૃતિ કરી શકાશે નહીં.

સ્થાનિક કાયદાઓ પણ જો ખાનગી માલિકીની જગ્યામાં દિવાલો પર લખાણ કરવાની અને પોસ્ટરો ચોંટાડવાની, પાટીયા વગેરે લગાડવાની પરવાનગી ન આપતા હોય તો માલિકની પરવાનગીથી પણ આ પ્રકારની પ્રવૃતિ કરી શકાશે નહીં.

કોઇપણ રાજકીય પક્ષો, ઉમેદવારો, અન્ય સંગઠનો, વ્યક્તિઓ, કાર્યકરો, ટેકેદારો દ્વારા ખાનગી મિલ્કત માલિક અથવા કબજો ધરાવનારની લેખિત સ્વૈચ્છીક પૂર્વ પરવાનગી મેળવી અલપકાલીન અને સરળાથી ફેરવી શકાય તેવી જાહેરાતની સામગ્રી પૈકી ધ્વજ, ઝંડો અને બેનર્સ મુકી શકાશે. કટાઆઉટ અને હોર્ડીંગ્ઝ ખાનગી મિલ્કત પર પ્રદર્શિત કરી શકાશે નહીં. આ સંબંધે મિલ્કતના માલિક અથવા કબ્જો ધરાવનારની લેખિતમાં મેળવેલ સ્વૈચ્છિક પૂર્વ પરવાનગીની ફોટો કોપી ત્રણ દિવસની અંદર ચૂંટણી અધિકારીને રજૂ કરવાની રહેશે.

હોર્ડિંગ્ઝની સાઇઝ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કે નગરપાલિકા કે પંચાયત દ્વારા તેઓના નિયમોને આધીન તેઓની મંજૂરી મેળવી તે નિયત સાઇઝની મર્યાદામાં મુકવાના રહેશે. કટઆઉટની ઊંચાઇ ૮ ફૂટથી વધવી જોઇએ નહીં તેમજ તે અંગેનો ખર્ચ જે તે વિસ્તારમાં હોર્ડિંગ્ઝ, કટઆઉટ વગેરે મુકેલ હોય તે અનુસાર ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં યોગ્ય સ્થળે દર્શાવવાનું રહેશે.

આ જાહેરનામાનો અમલ તા. ૨૭-૫-૨૦૧૯ સુધી કરવાનો રહેશે. આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનારને ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY