પાકિસ્તાનમાં ૫૦૦ જેટલા હિન્દુઓનું બળજબરીપૂર્વક ધર્માંતરણ કરાશે

0
101

ઈસ્લામાબાદ,
તા.૨૪/૦૩/૨૦૧૮

હિંદુઓ પર ઈસ્લામ અંગીકાર કરવા માટે સતત દબાણ થઈ રહ્યું હોવાનો આરોપ

રાજસ્થાન સાથેની સરહદ સાથે સંકળાયેલ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં રવિવારે ૫૦૦ જેટલા હિંદુઓનું સામૂહિક ધર્માંતરણ થશે. પાકિસ્તાનમાં હિંદુઓ પર ઈસ્લામ અંગીકાર કરવા માટે સતત દબાણ થઈ રહ્યું છે અને તેના પગલે રવિવારે ૫૦૦ લોકો એક સાથે ઈસ્લામ અંગિકાર કરશે. આમાંના મોટા ભાગના લોકો છેલ્લા કેટલાક સમયથી ભારતમાંથી પાકિસ્તાન દેશ નિકાલ કરવામાં આવેલ છે.

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ૨૫મી માર્ચે યોજાનાર ૫૦૦ હિંદુઓના સામૂહિક ધર્મ પરિવર્તનનો જારશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. રાજસ્થાનમાં પાકિસ્તાનમાંથી વિસ્થાપિત થયેલા હિંદુઓ માટે કામ કરી રહેલા સોઢાએ જણાવ્યું હતું કે ધર્મ પરિવર્તન કરનારા આ લોકોમાં મોટા ભાગના એવા લોકોનો સમાવેશ થાય છે જેમને ભારતમાંથી પાકિસ્તાનમાં તડીપાર કરવામાં આવ્યા છે.

તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં હિંદુઓએ ભારે જુલમો સહન કરવા પડે છે અને ત્યાર બાદ બળજબરીપૂર્વક તેમને ધર્મ પરિવર્તન કરવા માટે મજબૂર કરવામાં આવે છે. છેલ્લાં ત્રણ વર્ષથી ભારતમાં આશ્રય લેનાર ૧૩૭૯ હિંદુઓને પાકિસ્તાન પરત જવું પડ્યું હતું.

સોઢાએ વધુમાં જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં હિંદુઓના સામૂહિક ધર્મ પરિવર્તનના કાર્યક્રમો અવારનવાર યોજવામાં આવે છે અને તેનો મોટા પાયે પ્રચાર પણ કરવામાં આવે છે. તેમનું કહેવું છે કે પાકિસ્તાનથી જે લોકો ભારત આવ્યા છે તે લોકો મજબૂર હોય છે. સરકારે સાત વર્ષ બાદ નાગરિકત્વ આપવાનો નિયમ બનાવ્યો છે.

આથી વર્તમાન સરકારે વિસ્થાપિતો માટે નિયમ ઘણા સરળ બનાવ્યા છે અને હવે કેટલાક જિલ્લામાં જિલ્લા કલેક્ટરોને પણ નાગરિકત્વ આપવા માટે સત્તા આપવામાં આવી છે. સોઢાએ જણાવ્યું હતું કે તેઓ રાજ્ય અને કેન્દ્ર સરકારને પત્ર લખશે કે જેથી જે લોકો અહીં આવી ગયા છે તેમને ઓછામાં ઓછી હેરાનગતિ થાય.

આભાર – નિહારીકા રવિયા

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY