અયોધ્યાના ચુકાદા બાદ લોકોએ દેશની સંસ્કૃતિના દર્શન કરાવ્યાઃ મુખ્યમંત્રી રૂપાણી

0
83

વડતાલ,તા.૧૦
સ્વામીનારાયણ સંપ્રદાયના યાત્રાધામ વડતાલ ખાતે ચાલી રહેલ વચનામૃત મહોત્સવમાં રાજ્યના સીએમ વિજયભાઇ રૂપાણીએ હાજરી આપી હતી. ગઇકાલે આવેલ અયોધ્યા ચુકાદા મામલે મુખ્ય પ્રધાને જણાવ્યુ હતુ કે, ૧૩૪ વર્ષ જુના વિવાદનો સુપ્રિમ કોર્ટના ચુકાદા બાદ અંત આવ્યો છે. દેશના તમામ લોકોએ એક થઇ તેનું સન્માન કર્યુ છે અને દેશની સંસ્કૃતીના દર્શન કરાવ્યા છે.
તો બીજી તરફ ગુજરાત કોગ્રેસ પ્રમુખ અમીતભાઇ ચાવડા પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. જેઓએ અતિવૃષ્ટીને કારણે બરબાદ થયેલા ખેડુતો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. અને ભગવાન સ્વામીનારાયણને પ્રાર્થના કરી હતી કે દુખના આ સમયમાં ખેડુતો પર આશીર્વાદ રાખે, અને તેમના ખેતરો ફરીથી હર્યા ભર્યા કરે. જોકે કાર્યક્રમના અંતમાં મીડિયા સાથે વાત કરતા તેઓએ સરકાર પર શાબ્દીક પ્રહાર કર્યા હતા, અને આક્ષેપ કર્યો હતો કે સરકારે સર્વે અને વળતરનું આશ્વાસન આપ્યા બાદ કોઇ લાભ ખેડુતોને આપ્યો નથી.
રાજ્યના સીએમ વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, ગઇકાલનો દિવસ આપણા માટે સારો રહ્યો ૧૩૪ વર્ષનો સંઘર્ષ અને ૧૩૪ વર્ષ પછી ખરા અર્થમાં ખરા અર્થમાં કહીયે તો અયોધ્યામાં રામ મંદિર એટલે કે ગુલામીની જંજીરો કાલે ઉતરી છે. આ ભવ્ય રામ મંદિર વર્ષોથી હિંદુઓની આકાંક્ષાઓ, ઇચ્છાઓ પુરી થવાની છે ત્યારે ગઇકાલનો દિવસ ઐતિહાસીક દિવસ રહ્યો. અહીંયા આવો મેળાવળો વચનામૃત દ્રિશતાબ્દી મમહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે સોનામાં સુગંદ ભળી છે. લગભગ બધા લોકોએ આ નિર્ણયને આવકાર્યો છે, એટલે આ વિવાદનો અંત લાવીને આ દેશની સાંસ્કૃતિક એકતા વધારે મજબુત બની છે તેનો આનંદ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY