કાનપુર,તા.૧૦
આ આખી ઘટના ભલે કોઈ બોલિવુડ ફિલ્મ જેવી લાગતી હોય પણ એ સાવ સાચી છે. વાત એમ છે કે ૮૪ વર્ષના માજી એક દિવસ અચાનક પોતાના ઘરે પાછા ફર્યાં. તમને લાગશે કે કોઈ ઘરે આવે એમાં શું નવી વાત છે.
જા કે આ ઘટનામાં ઘરે એ માજી આવ્યાં હતાં જેમને ઘરના લોકો ૪૦ વર્ષથી પહેલાં મરી ગયેલા માનતા હતા. આ ઘટના ઉત્તર પ્રદેશના કાનપુર શહેર પાસે આવેલા મઝગવા જિલ્લાના ઈનાયતપુર ગામની છે. ૧૯૭૬માં અહીં રહેતી વિલાસા નામની મહિલાને એક ઝેરી સાપ કરડી ગયો હતો.
પતારા નિવાસી વિલાસા દેવીના લગ્ન ધીરપુર ચરૈયાના થયા હતા. એમને રાજકુમારી અને મુન્શીલાલ નામના બે બાળકો હતા. જોકે પતિ સાથે મનમેળ ના થતા એમણે ઈનાયતપુરના કલ્લુ સાથે બીજા લગ્ન કરી લીધા. વિલાસા અને કલ્લુના ચાર સંતાનો હતા. ૩૨ વર્ષના વિલાસા એક રાતે સૂતા હતા ત્યારે ઉંઘમાં જ સાપ એમના હાથ પર કરડી ગયો. પરિવારના લોકોએ એમના મૃતદેહનો ગંગા નદીમાં અંતિમ સંસ્કાર પર કરી દીધો.
એક સમાચારમાં એવું કહેવાયું છે કે વર્ષો પહેલાં એ પોતાના જાનવરો માટે ઘાસ કાપવા ગયા ત્યારે જ એક બ્લેક કોબ્રા એમને કરડી ગયો. એ ઘરે પાછા ફર્યાં એટલે ઘરના લોકો એને ઝાડ-ફૂંક કરતાં બાબા પાસે લઇ ગયા. બાબાના બધા ઉપાય નિષ્ફળ ગયા અને પછી પરિવારના લોકો સમજ્યાં કે વિલાસા મૃત્યુ પામી છે.
વાત એમ હતી કે દુર્ઘટનાના દિવસે લોકોએ એમને મરી ગયેલા માન્યા પણ ખરેખર તો એ બેભાન હતા. નસીબજાગે એ પોતાની યાદદાશ્ત ગુમાવી બેઠા હતા. અનેક વર્ષો પછી થોડાં દિવસો પહેલાં એની યાદદાશ્ત પાછી આવી તો એણે આ બધી વાતો એક છોકરીને કહી. ત્યારબાદ એ પોતાના ગામ પાછા ફર્યાં, જ્યાં ૪૦ વર્ષ પછી એકાએક પોતાની મમ્મીને જોઈને રાજુકમારી અને મુન્નીની ખુશીની કોઈ સીમા નહોતી. આખી વાત જાણ્યા પછી બધાને એ કોઈ ફિલ્મની વાર્તા હોય એવું જ લાગતું હતું. જો કે હવે વિલાસા દેવી પ્રેમથી પોતાના પરિવાર સાથે રહે છે અને તેમને પાછા ફર્યાને બે વર્ષ પણ વીતી ચૂક્યાં છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





