‘જા હું યુવાન હોત તો મિલિટ્રીમાં ચોક્કસથી જાત’: આશા ભોંસલે

0
5

મુંબઈ,તા.૧૬
૧૪ ફેબ્રુઆરીના જમ્મૂ-કાશ્મીરના પુલવામા થયેલા આંતકી હુમલાના કારણે ૪૦ જવાનોએ જીવ ગુમાવ્યા છે,શહીદનો દરેક પરિવાર સાથે દેશવાસીઓ સાથ આપી રહ્યા છે. બીજી તરફ આ ઘટનાનો જડબાતોડ જવાબ આપવા માટે આખા દેશની પ્રજા આક્રોશ ઠાલવી રહી છે, ત્યારે બોલિવુડના ફેમસ સિંગર આશા ભોંસલે પણ જવાનોને શ્રદ્ઘાંજલિ આપી છે.
આશા ભોંસલેએ આ ઘટના પર કહ્યું કે, ”આ ઘટના ખૂબ જ નિંદનીય છે. અમારી સેનાના જવાનોને કારણે આજે આપણે સુરક્ષિત છીએ. હું પોતે તો કંઇ જ નથી કરી શકતી. પરંતુ જા હું યુવાન હોત તો મિલિટ્રીમાં ચોક્કસથી જાત.” આ સિવાય આશાજીએ દુખના સમયમાં જવાનોના પરિવારની સાથે ઉભા રહેવાની અપીલ કરી છે. આશાજી જ નહીં પરંતુ આ આતંકી હુમલાને લઇને અન્ય બોલિવુડ સ્ટાર્સ પણ ગુસ્સામાં છે અને સોશ્યલ મીડિયા પર પોતાનો રોષ વ્યકત કરી રહ્યા છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY