કોફી વિથ કરણમાં પ્રથમ એપિસોડમાં આલિયા-દીપિકા મહેમાન બનશે

0
9

મુંબઈ,તા.૨૯
ફિલ્મનિર્માતા કરણ જોહરના ચેટ શો ‘કોફી વિથ કરણ’ની છઠ્ઠી સિઝનમાં બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ અને દીપિકા પાદુકોણ પ્રથમ મહેમાન હશે. શુક્રવારે કરણે TWITTER પર પ્રથમ એપિસોડ વિશે જાહેરાત કરી આ એપિશોડ ‘મહિલા શક્તિ’ પર હશે. કરણે TWEET માં લખ્યું, ” કોફી”નો પ્રથમ કપ મહિલા શક્તિ વિશે છે.
કોફી વિથ કરણની છઠ્ઠી સીઝનની પ્રથમ એપિસોડમાં દીપિકા પાદુકોણ અને આલિયા ભટ્ટનું સ્વાગત છે. જેનું પ્રસારણ સ્ટાર વિશ્વ ઈન્ડીયા અને હોટ સ્ટાર પર કરવામાં આવશે.” આ પહેલાં ચર્ચા હતી કે આ સિઝનના પ્રથમ એપિસોડમાં આલિયા તેના ‘બ્રહ્માસ્ત્ર’ સહ-કલાકાર અને કથિત બોયફ્રેન્ડ રણબીર કપૂરની સાથે જોવા મળશે. જેના રિલેશન પહેલા દીપિકા સાથે હતા.
‘કોફી વિથ કરણ’ની પાછલી સીઝનમાં અમિતાબ બચ્ચન, શાહરૂખ ખાન, સલમાન ખાન, આમિર ખાન, રણબીર સિંહ, વરૂણ ધવન, અર્જુન કપૂર, અનુષ્કા શર્મા, પ્રિયંકા ચોપડા, સોનમ કપૂર, સલીમ ખાન, કાજોલ અને રાની મુખર્જી જેવા સ્ટાર્સ જોડાયા હતા. તમને જણાવી દઈએ કે સુપરસ્ટાર સલમાન ખાન સાથે ત્રણ ફિલ્મોમાં કામ કરી ચુકેલા ડાયરેક્ટર કબીર ખાન પણ શોનો ભાગ બની ચુક્યાં છે. તેમણે છેલ્લી સિઝનમાં સલમાન ખાનને લઈને એક નિવેદન આપ્યું હતું.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY