સુરત,તા.૨
ગણેશ વિસર્જન દરમિયાન સુરતની તાપી નદીમાં ગણેશજીની પ્રતિમા વિસર્જન ન કરવા બદલ મુખ્યમંત્રીના હાથે મ્યુનિ. અને પોલીસ કમિશ્નર સાથે ગણેશ ઉત્સવ સમિતિનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન બાદ યાદ આવતા સુરત જિલ્લા કલેક્ટરનુ પણ સન્માન કરવામાં આવ્યું હતું.
સુરતમાં ગણેશોત્સવ દરમિયાન તાપી નદીમાં વિસર્જન ન કરવાના મોટા નિર્ણય બાદ સુરતમાં ૬૫ હજારથી વધુ શ્રીજીની પ્રતિમાનું તાપી નદીના બદલે મ્યુનિ.એ બનાવેલા ૨૨ કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. આજે સુરતમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૃપાણી આવ્યા ત્યારે તેમના હસ્તે સુરત મહાનગરપાલિકા અને પોલીસ કમિશ્નર તથા ગણેશ ઉત્સવ સમિતિનું સન્માન કરાયુ હતુ.
આ સન્માન કરાયું ત્યારે બન્ને કમિશ્નરને કેસરી સાલ ઓઢાડીને સન્માન કરાયુ હતુ. આ સન્માન કાર્યક્રમ પુરો થયાની થોડી મિનીટોમાં કોઈકને યાદ આવ્યું કે નદીમા વિસર્જનના મુદ્દે સુરત કલેક્ટરે પણ ઘણી સારી કામગીરી કરી છે અને સન્માનમાં તેમને જ ભુલી જવાયા છે ત્યારબાદ તેમનું પણ સન્માન કરવામાં આવ્યં હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




