ન્યુ દિલ્હી,તા.૨
તમને યાદ જ હશે કે કેવી રીતે ગયા વર્ષે પાકિસ્તાને યૂએનમાં ભારતને ઘેરવા માટે પેલેસ્ટાઇનનો ફોટોગ્રાફ શેર કરીને તેને કાશ્મીર કહ્યુ હતું. ભારતે જ્યારે તે ફોટોગ્રાફ અંગે સ્પષ્ટતા કરી ત્યારે સમગ્ર દુનિયાની સામે હકીકત આવી હતી અને દુનિયાની સામે પાકિસ્તાન મજાકનો વિષય બન્યું હતું. હવે ફરી એક વાર પાકિસ્તાને આ પ્રકારની ભૂલનું પુનરાવર્તન કર્યું છે.
પાકિસ્તાને પાકિસ્તાન પ્રેરિત આતંકવાદને ભારતનો ગણાવીને પોસ્ટલ સ્ટેમ્પ પણ છપાવી દીધી. તાજેતરમાં જ પાકિસ્તાને ૨૦,૦૦૦ પાનાની ૨૦ ટપાલ ટિકિટને ભારત અધિકૃત કાશ્મીરમાં ભારત દ્વારા કરવામાં આવતો અત્યાચાર એવું શિર્ષક આપ્યું છે. આ ૨૦ પોસ્ટલ સ્ટેમ્પમાંથી એકમાં આતંકી હિઝ્બુલ મુજાહિદ્દીદન કમાન્ડર બુરહાન વાનીને શહીદ દર્શાવ્યો છે. પરંતુ પાકિસ્તાને આ બધામાં એક ભૂલ કરી દીધી છે.
પાકિસ્તાને કાશ્મીરી પંડિતો અને શીખ પીડિતો પર પકિસ્તાન દ્વારા કરવામાં આવેલ હુમલાઓને પણ ભારત દ્વારા કરાયેલ હુમલાઓ તરીકે દર્શાવ્યા છે. જા કે, આ ફોટા પાછળની હકિકત શું છે તે સમગ્ર દુનિયા જાણે જ છે. કાશ્મીરના એક સંગઠને યુએન સેક્રેટરી જનરલને પત્ર લખીને આવા જ એક સ્ટેમ્પની હકિકત જણાઈ છે. આ સ્ટેમ્પમાં પાકિસ્તાન સમર્થિત આતંક પીડિત ભારતીય લોકો છે.
યૂએનમાં ફરિયાદ કરનારા સંગઠને લખ્યું કે, ‘આ ભારતને વિશ્વસ્તર પર બદનામ કરવાનો પ્રયત્ન છે.’ સંગઠને યુએન સેક્રેટરી જનરલને લખ્યું કે, ‘તમારા પર ફક્ત અમારા અસ્તિતિત્વને બચાવવાનું અને પાકિસ્તાન સમર્થિત આતંકનાં પ્રભાવોને રોકવાની જ જવાબદારી નથી. પરંતુ તમે પાકિસ્તાનને કડક શબ્દોમાં સમજાવી દો કે તે આવા સ્ટેમ્પને પાછા ખેંચી લે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



