પેટ્રોલમાં ૧૨ પૈસાનો વધારો : મુંબઈમાં પેટ્રોલ ૯૧.૨૦ રૂ.પ્રતિ લિટર

0
5

ન્યુ દિલ્હી,તા.૨
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજધાની દિલ્હીમાં ગાંધી જયંતી દિવસ એટલે કે આજે મંગળવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત મંગળવારે ૦.૧૨ પૈસા વધીને ૮૩.૮૫ રૂપિયા પ્રતિ લિટર થયું, જ્યારે ડીઝલનો ભાવ ૧૬ પૈસા વધી ૭૫.૨૫ રૂપિયા પ્રતિ લીટર થયું છે.
ત્યારે મુંબઈમાં પેટ્રોલની કિંમત ૯૦ રૂપિયાના સ્તરેથી આગળ વધી રહી છે. મંગળવારે પેટ્રોલની કિંમત ૦.૧૨ પૈસા વધીને ૯૧.૨૦ રૂપિયા પ્રતિ લીટર થઈ ગઇ છે. જ્યારે ડીઝલના ભાવમાં ૦.૧૭ પૈસા વધારો થયો છે. જેથી ડીઝલનો ભાવ ૭૯.૮૯ રૂપિયા પર પહોંચ્યો છે.
પેટ્રોલ-ડીઝલના ભાવમાં સોમવારે પણ વધારો જાવા મળ્યો હતો. રાજધાની દિલ્હીમાં જ્યાં પેટ્રોલની કિંમત સોમવારે રવિવારની સરખામણીમાં ૨૪ પૈસા વધીને ૮૩.૭૩ રૂપિયા પ્રતિ લિટર હતી, તે જ સમયે ડીઝલની કિંમત સોમવારથી રવિવારની સરખામણીમાં ૩૦ પૈસા વધીને ૭૫.૦૯ રૂપિયા થઇ હતી. મુંબઈમાં પેટ્રોલ સોમવારે ૯૧.૦૮ રૂપિયા પ્રતિ લિટર હતુ. જ્યારે ડીઝલની કિંમત ૭૯.૭૨ રૂપિયા હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY