‘સવા રૂપિયા’નો કલંક ધોવા કંડક્ટરે લડી ૨૬ વર્ષ સુધી ન્યાયની લડાઈ

0
13

એક સલામ કંડક્ટરને
સાંગલી,તા.૧૪
‘લહેરો સે ડર કે નૌકા પાર નહી હોતી, કોશિશ કરને વાલો કી કભી હાર નહી હોતી’ આ પંક્તિ આપણે કેટલી વખત સાંભળી છે અને લખી હશે પરંતુ એક વ્યક્તિએ સોહનલાલ દ્વિવેદીની આ પંક્તિઓને ચરિતાર્થ કરીને બતાવી છે.
પોતાના પર લાગેલા માત્ર સવા રૂપિયાના દાગને ધોવા માટે એક વ્યક્તિએ એક અથવા બે નહી પરંતુ પૂરા ૨૬ વર્ષ સુધી જંગ લડીને પોતાને નિર્દોષ સાબિત કર્યો. પોતાના જીવનના ખુબ જ કિંમતી વર્ષ ‘સવા રૂપિયા’ના કલંકના કારણે બર્બાદ થયા પછી તેમને ઉંમરના ૬૨માં વર્ષે કંલકથી મુક્તિ મેળવી છે.
મામલો મહારાષ્ટ્રના સાંગલી કસ્બાનો છે. અહી રહેનાર ૬૨ વર્ષીય મહાદેવ ખોત રાજ્ય પરિવહન બસમાં કંડક્ટર હતા. મહાદેવ ખોત પર એક યાત્રીએ સવા રૂપિયો લઈને ટીકિટ ના આપવાનો આરોપ લગાવ્યો હતો. તે પછી મહાદેવને નોકરીમાંથી નિકાળી દેવામાં આવ્યા હતા.
સવા રૂપિયા માટે પોતાના ચરિત્ર પર લાગેલ દાગને ધોવા માટે મહાદેવે લડાઈ લડવાનો નિર્ણય કર્યો. લેબર કોર્ટથી શરૂ થયેલ લડાઈ હાઈકોર્ટ સુધી પહોંચી. હવે કોર્ટે તેમના હકમાં નિર્ણય સંભળાવ્યો છે. હાઈકોર્ટે રાજ્ય પરિવહનને તેમની બધા જ પગાર સાથે રિટાયરમેન્ટના બધા જ લાભ આપવાનો આદેશ આપ્યો છે.
મહાદેવ જણાવે છે કે, તેમના માટે આ લડાઈ સરળ નહતી. આટલા વર્ષ નોકરી ના હોવાના કારણે તેઓ ખેતી કરીને પોતાનું અને પોતાના પરિવારનું પેટ ચલાવતા રહ્યાં. હવે જીવનની અંતિમ શ્વાસોમાં નવી રોશની આવી છે. તેમનું સન્માન, આટલા વર્ષોની સેલરી સહિત બધા જ લાભો મળી જશે, પરંતુ તે કિંમતી વર્ષ પાછા ફરવાના ખરા?
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY