મિશન ૨૦૧૯ઃ લોકસભાની ચૂંટણી પૂર્વે ગુજરાત કોંગ્રેસ દ્વારા તૈયાર કરાયો માસ્ટર પ્લાન

0
12

અમદાવાદ,તા.૨૪
આગામી લોકસભાની ચૂંટણીને લઈને પાર્ટીઓ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે હવે કોંગ્રેસ દ્વારા લોકસભાની ચૂંટણીને લઈને રણનીતિ બનાવવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા લોકસભાની ચૂંટણીમાં લોકો સમક્ષ જઈ પ્રચાર કરવા માટેની નવી રણનીતિ તૈયાર કરવામાં આવી છે.
આ દરમિયાન કોંગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારો અલગ-અલગ વર્ગના લોકો સમક્ષ વિવિધ મુદ્દાઓ પર પ્રચાર કરશે. ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોના મુદ્દે પ્રચાર કરશે. જ્યારે શહેરી વિસ્તારોમા કોંગ્રસે પ્રચાર કરવા માટે મોંઘવારીને મુદ્દો બનાવશે અને બુદ્ધિજીવીઓ પાસે રાફેલ અને ડોલરના ભાવના મુદ્દો લઈને પ્રચાર કરશે.
આ ઉપરાંત સેમી અર્બન વિસ્તારમાં બેરોજગારીનો મુદ્દા પર કોંગ્રેસ આગળ આવશે. કોંગ્રેસ દ્વારા નવી રણનીતિ અંગે સાહિત્ય પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે.આ રણનીતિ માટે કોંગ્રેસના હોદ્દેદારોને તાલીમ પણ આપવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ટૂંક સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે આ ચૂંટણીમાં પોતાનો પક્ષ જીત મેળવે અને સત્તા હાંસલ કરે તે માટે કોંગ્રેસ અને ભાજપ દ્વાર મરણિયા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા તો આગોતરૂ આયોજન કરીને બેઠકનો દોર પણ ગોઠવી દીધો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY