ન્યુ દિલ્હી,તા.૨૪
રાષ્ટ્રપતિ રામનાથ કોવીદે કરોડો ભારતીયોની જેમ જ ગણેશોત્સવ ઉજવ્યો હતો. પરિવારની સાથે રોજ બે વાર પૂજા આરતી પણ કરી ખાસ વાત એ હતી કેરાષ્ટ્રપતિ ભવન આયોજીત આ કાર્યક્રમ તેમના રહેણાંકમાં અંગત રીતે કરાયો હતો. રાષ્ટ્રપતિએ ધાર્મિક અનુષ્ઠાન રાષ્ટ્રપતિ ભવનમાં અંગત રીતે ઉજવવાની પહેલ કરી છે. એટલા માટે તેમણેરાષ્ટ્રપતિ ભવનને સરકારી રીતે આવાં કાર્યક્રમોથી અલગ કરી દીધુ છે. તેમનું માનવું છે કે ધામિર્ક કાર્યક્રમોમાં સરકારી ખર્ચો કરવો યોગ્ય નથી.
આ વર્ષે રાષ્ટ્રપતિ દ્વારા ઇફતાર આયોજીત ન કરવા માટે ઘણી ચર્ચાઓ થઇ હતી પણ તે કોવિંદે બનાવેલા નિયમોને અનુરૂપ નિર્ણય હતો. જા કે ઇદના દિવસે તેઓ રાષ્ટ્રપતિ ભવન પરિસરમાં આવેલ મસ્જીદમાં ગયા હતા અને બધા કર્મચારીઓ અને તેમના પરિવારજનોને ઇદની મુબારકબાદી આપીને તેમને ભેટ પણ આપી હતી.
આજ રીતે દર વર્ષે ગુરૂ પર્વ પર પાઠ દરમ્યાન ચાર દિવસ માટે રાષ્ટ્રપતિ ભવનનો હોલ ખાલી કરાવવાની પ્રથા પણ તેમણે બંધ કરી હતી. આ વર્ષે પ્રકાશોત્સવ તો મનાવાયો પણ પરિસરમાં આવેલ ગુરૂદ્વારમાં કોવિંદ બધા તહેવાર મનાવે છે, પણ સરકારી ખજાનાનો એક પૈસો પણ આવા આયોજનો માટે નથી ખર્ચતા.
દેશના પહેલા રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદ દ્વારા રાષ્ટ્રપતિ ભવનમાં પૂજા અને હવન કરાવવા પર ત્યારના વડાપ્રધાન જવાહરલાલ નહેરૂને સખત વાંધો હતો. તેમણે ઘણીવાર પત્ર લખીને રાષ્ટ્રપતિ ભવનમાં ધાર્મિક ગતિવિધીઓ ન કરવા માટે અનુરોધ કર્યો હતો, પણ રાજેન્દ્ર પ્રસાદે તેમને ગણકાર્યા નહોતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




