પ્રધાનમંત્રી આવાસ યોજનમાં બે લાખની સહાય વધારાઈ હોવાની માત્ર અફવા 

0
29

સોસીયલ મીડિયામાં ફરતા મેસેજ પાયા વિહોણા હોય લાભાર્થીઓએ ગેરમાર્ગે દોરાઈ વચેટિયાઓના શિકાર ન બનવું

ખોટા મેસેજ વાયરલ થતા રાજપીપળા સહિતના અન્ય જિલ્લાના સેન્ટરો પર આવાસ યોજનાના લાભાર્થીઓની પૂછતાછ 

રાજપીપળા : રાજપીપળા સહીત અનેક જિલ્લામાં પ્રધાન મંત્રી આવાસ યોજના માં મળતી સહાય માં 2 લાખનો વધારો થયો હોવાની અફવા ફેલાતા પાલિકા હસ્તક ચાલતી આ યોજનાના લાભાર્થીઓ દોડતા થયા છે

રાજપીપળા નગરપાલિકા હસ્તક શહેરી વિસ્તારમાં ચાલતી પ્રધાન મંત્રી આવાસ યોજના 2017 થી કાર્યરત છે જેમાં ઘણા લાભાર્થીઓની સહાય મંજુર થઈ હોય આ સહાયમાં 3.50 લાખની રકમ સરકાર માંથી નિયમ મુજબ લાભાર્થીઓ ને ચૂકવાય છે પરંતુ હાલ વાયરલ થયેલા મેસેજ થી ગેરમાર્ગે દોરાયેલા અમુક લાભાર્થી રાજપીપળા સહીત અન્ય જિલ્લાની પાલિકામાં વધુ બે લાખ મેળવવા ધક્કા ખાઈ છે પરંતુ આ મેસેજ ખોટો હોય લાભાર્થીઓ એ ગેરમાર્ગે દોરાવવું નહીં કે બે લાખ વધુ મેળવવાની લાલચમાં કોઇ વ્યક્તિ સાથે ખોટા રૂપિયાની લેવડ દેવળ પણ કરવી નહિ નહીં તો વાયરલ મેસેજના આધારે કોઈ વચેટિયા તેમનો અંગત સ્વાર્થ પાર પાડશે.સરકારે આ યોજનામાં આવી કોઈ વધુ રકમ મંજુર કરી નથી એમ આવાસની કામગીરી કરતી એજન્સી દ્વારા જાણવા મળ્યું છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY