કોંગ્રેસ પ્રવક્તાની વિવાદાસ્પદ પોસ્ટ, ‘મગફળીકાંડની જેમ શું અટલજીની અસ્થિમાં પણ માટી છે?

0
14

વડોદરા,તા.૨૫
અટલ બિહારી વાજપેયીની અસ્થિ દેશની ૧૦૦ નદીઓમાં પ્રવાહિત કરવાની છે. ત્યારે કોંગ્રેસના વડોદરા શહેરના પ્રવક્તા નિલેશ બ્રહભટ્ટે સોશિયલ મીડિયામાં એક વિવાદિત પોસ્ટ શેર કરી છે. જેમાં લખવામાં આવ્યું છે કે, ‘મગફળી કાંડની જેમ શું અસ્થિમાં પણ માટી છે? ૫૦ ગ્રામ અÂસ્થમાંથી કઇ રીતે ૧૦૦ લોટા ભરાય?’
પોસ્ટમાં લખ્યું છે કે, “મગફળીમાં માટીને હવે રાજધર્મનું પાલન ના કરનારના ઇશારે શું અસ્થિમાં પણ માટી? લોક મનની વાત … ‘શું અસ્થિમાં પણ માટી! માનવ શરીરના ૬૦ કિલો વજનમાં ૯૦ ટકા પાણી હોય તો ૭ કિલો અસ્થિને બાળતા ૫૦ ગ્રામના અસ્થિમાંથી ૧૦૦ કળશ કુંભ કરઇ રીતે ભરી શકાય.’ આવી પોસ્ટ પોતાના ફેસબુક પોસ્ટ પર મુકતાં ફરીથી રાજકારણ ગરમાયું છે.”
બીજેપીના અગ્રણીઓ આ અંગે નારાજગી દર્શાવતા કહ્યું છે કે, “કોંગ્રેસની માનસિકતા હંમેશા નબળી હોય છે. વિશ્વમાં આગવું સ્થાન ધરાવતા પૂર્વ વડાપ્રધાન અટલજી જે આદરણીય માણસ હતાં. તેઓ જ્યારે સ્વર્ગવાસ થયા છે ત્યારે તેમના અસ્થિની પણ ગરિમા જાળવતા નથી.”
કોંગ્રેસના વડોદરા શહેરના પ્રવક્તા નિલેશ બ્રહભટ્ટે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે આ પોસ્ટ શેર કરવા પાછળ મારો કોઇ નકારાત્મક હેતુ નથી. આ મારા મનની વાત નથી. પરંતુ લોકોના મનની વાત પેજે જે પોસ્ટ શેર કરી હતી તેને જ મે લોકોનો અવાજ ગણાવીને શેર કરી છે. આ મારો અંગત અભિપ્રાય કે વિચાર નથી.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY