સુરત,તા.૮
પુણા વિસ્તારમાં પાવીના પાણીની લાઈનના વાલ્વની ખુલ્લી ચેમ્બરમાં ગાય પડી ગઈ હતી. મોડી રાત્રે બનેલી ઘટના અંગે સવારે જાણ થઈ હતી. ઘટનાની જાણ થતા પાલિકા, પોલીસ અને ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને જેસીબીની મદદથી ગાયને રેસક્યુ કરી બહાર કાઢી હતી.
પુણા ગામ વિશ્વકર્મા જંકશન પાસે સુરત મહાનગર પાલિકાના હાઈડ્રોલિક વિભાગની પાવીની પાણીની લાઈનના વાલ્વની ખુલ્લી ચેમ્બરમાં મોડી રાત્રે એક ગાય પડી ગઈ હતી. સવારે ગાયને તડપતી જોઈ રાહદારીઓ તંત્રને જાણ કરી હતી. જેથી પાલિકા, પોલીસ અને ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને ગાયને રેસક્યુ કરવાની કામગીરી હાથ ધરી હતી.
ફાયર વિભાગની સાથે ગૌરક્ષકો પણ ગાયના રેસક્યુમાં જોડાયા હતા. અને જેસેબી દ્વારા ચેમ્બરની આસપાસ ખાડો કરી રેસક્યુ કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા. દરમિયાન જીઈબીના લાઈનમાં ફોલ્ટ થતા રેસક્યુ કામગીરી અટવાઈ પડી હતી. જાકે, ત્યારબાદ દોરડાથી બાંધી ગાયને બહાર કાઢવામાં આવી હતી.
ખુલ્લી ચેમ્બરમાં ગાય પડવાની ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. અને જણાવ્યું હતું કે, થોડા દિવસો પહેલાં જ ખુલ્લી ગટરમાં એક બાળકનું પડી જવાથી મોત નીપજ્યું હતું. જોકે, તંત્ર દ્વારા હજુ આવી ઘણી ચેમ્બરો ખુલ્લી છે. તેને બંધ કરવાની કામગીરી હાથ ધરવી જાઈએ.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




