ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના જાગેશ્વર ગામના મીઠી તળાઈ આશ્રમના નાના મહારાજ દયાનંદ સ્વામીની હત્યા કરાયેલી લાશ રૂમના પલંગ માંથી મળી આવતાં દહેજ મરીન પોલીસ દ્રારા હત્યા અંગેનો ગુનો દાખલ કરી તાપસ હાથ ધરી હતી.
ભરૂચ જિલ્લાના નવા નિમાયેલા પોલીસ અધિક્ષક રાજેંદ્રસિંહ ચુડાસમા દ્વારા દહેજ મરીન પોલીસ મથક જાગેશ્વર ગામના આવેલ મીઠી તળાઇ આશ્રમના નાના મહારાજ દયાનંદ સ્વામીના મર્ડરના આરોપીને ઝીણવટ ભરી તાપસ આદરી આરોપીઓને ઝડપી લેવા એલ.સી.બી પીઆઈ એસ.સી.તરડેને સૂચનાઓ તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું
.
બનાવ ની મળતી માહિતી મુજબ ગઈ તા. ૩૧/૦૭/૨૦૧૮ના રોજ દહેજ મરીન પો.સ્ટેશન માં મીઠી તળાઇ આશ્રમના નાના મહારાજ દયાનંદ સ્વામીની લાશ તેના આશ્રમના રૂમમાં આવેલ પલંગના ખાનામાંથી લોહી લુહાણ હાલતમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.બનાવમાં પોલીસ દ્રારા હત્યા બાબતે ફરીયાદી સુરેશ મગન દ્રારા શ્રદ્ધાળુ હેમંત શર્મા તથા જયશ્રી ઉર્ફે રાધિકા ઉપર શક હોવાનું જણાવી તેઓ વિરુધ્ધ ફરીયાદ નોંધાવેલ હતી.

જે ફરીયાદના આધારે પોલીસે કરતા જાણવા મળેલ કે,આ કપલ મુળ મધ્યપ્રદેશના તથા હાલ ઉત્તરપ્રદેશના વારાણસી ખાતે રહેતા હતા જેથી એલ.સી.બીના પો.સ.ઇ કે.જે.ધડુક તથા ટીમને તાત્કાલિક વારાણસી ખાતે રવાના કરવામાં આવેલ અને ત્યાં વારાણસી પોલીસની મદદ મેળવી અસ્સી ઘાટ નામના અંતરીયાળ વિસ્તારમાં તપાસ કરતા ઉપરોક્ત કપલ (૧) વિરેન્દ્દભાઈ ઉર્ફે હેમંત રવિશંકર શર્મા જાતે પંડીત (બ્રામણ) રહેવાસી- ગામ પીપરીયા,ગાંધીવાડ જીલ્લો- હોસંગાબાદ,(એમ.પી.), હાલ રહે- બનારસ, અસ્સી કોલોની (૨) જયોતિ ઉર્ફે જયશ્રી ઉર્ફે રાધિકા W/Oવિરેન્દ્દભાઈ ઉર્ફે હેમંત રવિશંકર શર્મા જાતે પંડીત (બ્રામણ) હાલ રહે બનારસ અસ્સી કોલોની જીલ્લો- બનારસ,(યુ.પી.) મુળ રહે.ગામ પીપરીયા, ગાંધીવાડ જીલ્લો- હોસંગાબાદ,(એમ.પી.) નાઓ મળી આવ્યા હતા.
જેઓની ઉંડાણ પૃર્વકની તપાસ તથા પુછપરછ દરમ્યાન બંનેવ ભાંગી પડ્યા હતા અને જણાવેલ કે થોડા દિવસ પહેલા ગુરૂ પૂર્ણિમા નિમિતે ગુજરાત આવી મરનાર દયાનંદ બ્રહ્મચારીના આશ્રમમાં રહેતા હતા અને તા.૨૯/૦૭/૨૦૧૮ ના રાતના આશરે નવેક વાગ્યે નાના મહારાજે વિરેંદ્રને દુકાને થી ધાણા-જીરૂ લઈ આવવા અને જતા સમયે મંદીરનો ગેટ તથા આશ્રમના દરવાજાઓ ચેક કરી બંધ કરી જવા જણાવેલ અને વિરેંદ્ર દુકાને જતા આશ્રમના રૂમમાં એકલતાનો લાભ લઈ મરણજનારે વિરેંદ્રની પત્ની જયશ્રી ઉર્ફે રાધિકાની છેડતી કરી તેની સાથે બળજબરી કરતા આવેશમાં આવી જઈ રાધિકાએ નજીકમાં પડેલ લાકડાનો ડંડો માથામાં મારી ઇજા પોહચાડી મારી નાખેલ અને લોહી જોઇ તેણી બેભાન થઈ ગયેલ બાદ વિરેંદ્ર આવી પોહચતા તેણે આ દ્રશ્ય જોઈ હેબતાઈ ગયેલ અને ત્યાર બાદ તેની પત્ની દ્રારા તને હકીકત જણાવતા તણે લાશને ત્યાં પડેલ કમ્બલમાં વિંટાળી પલંગના ખાનામાં મૂકી નાસી ગયેલાની કબુલાત કરતા પોલીસ દ્રારા બંનેવ સામે હત્યાનો ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી માટે અટકાયતામાં લઈ દહેજ મરીન પો.સ્ટે.ને વધુ તપાસ અર્થે સોંપી દેવામાં આવ્યા છે.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન.ભરૂચમો:-9537920203
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





