રાજપીપળાના રાધા કૃષ્ણ મંદિરે થી શનિવારે બપોરે ત્રણ વાગે નીકળનારી રથયાત્રા માટે નર્મદા પોલીસે શુક્રવારે સાંજે શહેરના મુખ્ય માર્ગો પર પોલીસ અધિકારીઓ અને જવાનો સાથે ફ્લેગ માર્ચ કરી હતી અને રથયાત્રા માં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિ પૂર્ણ સમાપ્ત થાય એ માટેનું આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે બીજી તરફ રાધા કૃષ્ણ મંદિર ના સંચાલકો અને ભક્તો એ પણ આ રથયાત્રા માટે ખાસ તૈયારી કરી સરસ આયોજન કર્યું છે .જોકે દર વર્ષે રાજપીપળા ની રથયાત્રા ખુબ શાંતિ પૂર્ણ રીતે પસાર થાય છે જેમાં ઠેર ઠેર મુસ્લિમ આગેવાનો પણ રથયાત્રા નું સ્વાગત કરતા હિન્દૂ મુસ્લિમ ભાઈચારા ના દર્શન થાય છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




