મહિલા સશક્તિકરણ પખવાડિયુ

0
61

  દેશની જનસંખ્યામાં પ૦ ટકા હિસ્સો ધરાવતી મહિલાઓ દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે ત્યારે, ખાસ કરીને ડાંગ જિલ્લામાં દિકરીઓમાં રહેલા એનિમિયાના ચિંતાજનક પરિણામો જોતા મહિલા શિક્ષણ દિવસ નિમિત્તે, ડાંગની તમામ યુવતિઓને બાળલગ્નથી દૂર રહી, તંદુરસ્ત સમાજ નિર્માણના રાજ્ય સરકાર અને જિલ્લા પ્રશાસનના પ્રયાસોમાં સહયોગી થવાની હાંકલ ડાંગ કલેક્ટર શ્રી બી.કે.કુમારે કરી છે.

વિશેષ કરીને મહિલાઓને પોષણક્ષમ આહાર પ્રત્યે જાગૃતિ દાખવીને, સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત અપાતા પૌષ્ટિક દૂધ, નાસ્તા અને ભોજનનો ફરજિયાત ઉપયોગ કરવાનો અનુરોધ કરતા શ્રી કુમારે પ્રાથમિક શાળા એ વિઘાનું મંદિર છે ત્યારે અહીં પીરસાતા ભોજનને પ્રસાદ ગણીને તેના નિયમિત ઉપયોગ માટે ગ્રામીણ વાલીઓને સમજાવવાની જવાબદારી, કૉલેજની કન્યાઓને ઉપાડી લેવાનું પણ આહ્વાન કર્યું હતું.

 

આહવાની સરકારી કૉલેજના કોમ્યુનિટિ હોલમાં આયોજિત મહિલા શિક્ષણ દિવસના કાર્યક્રમ દરમિયાન મનનિય વક્તવ્ય રજુ કરતા ડાંગ કલેક્ટર શ્રી બી.કે.કુમારે રાજ્ય સરકારની જુદી જુદી મહિલા કલ્યાણલક્ષી યોજનાઓ, શૈક્ષણિક યોજનાઓના લાભ સાથે જિલ્લામાં પ્રવર્તતી બાળલગ્ન, બહુપત્નિત્વ પ્રથા, વ્યસન અને જુગાર જેવા દૂષણોને તિલાંજલી આપવામાં શિક્ષિત મહિલાઓ અગત્યની ભૂમિકા અદા કરી શકે છે તેમ ભારપૂર્વક જણાવ્યું હતું.

ડાંગની નવયુવાન વિઘાર્થીનીઓને યુ.પી.એસ.સી. સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આગળ વધવાનું આહ્વાન કરતા નાયબ વન સંરક્ષક શ્રી અગિ્નશ્વર વ્યાસે, દિલ્હીની સફળ આઇ.એ.એસ. સ્ટુડન્ટ ઉમ્મુલ ખેર જેવી યુવતિઓની સંધર્ષગાથામાંથી પ્રેરણા લેવાનો પણ આ વેળા અનુરોધ કર્યો હતો. શ્રી વ્યાસે વિકલાંગતા સાથે જન્મ લેનારી ઉમ્મુલ ખેરે તેની કમજોરીને તાકાત બનાવીને ઇન્ડિયન સિવિલ સર્વિસ જેવી પરીક્ષામાં જ્વલંત સફળતા મેળવીને, દુનિયાને મહિલાઓની માનસિક તાકાતનો પરચો આપ્યો છે તેમ જણાવ્યું હતું. માનસિક રીતે પુરૂષો કરતા અનેકગણી મજબૂત, અને સશક્ત મહિલાઓની શૌર્યગાથાઓ ઇતિહાસના પાને સ્વર્ણાક્ષરે આલેખાયેલી છે, ત્યારે ડાંગની યુવતિઓ પણ પોતાની જાતને ક્યારેય કમજોર ન સમજે તેમ પણ શ્રી વ્યાસે આ વેળા વધુમાં  પ્રાસંગિક વક્તવ્ય રજુ કરતા સરકારી કૉલેજના મહિલા પ્રાધ્યાપિકા ડૉ.હેતલ રાઉતે શિક્ષિત અને અશિક્ષિત મહિલાઓ વચ્ચે રહેલો તફાવત રજુ કરી, મહિલા શિક્ષણ દિવસ ઉજવણીનો ખ્યાલ આપ્યો હતો. સરકારી માધ્યમિક શાળાના શિક્ષિકા શ્રીમતી બીજુબાલા પટેલે સાંપ્રત સમયમાં સમાજના દરેક ક્ષેત્રે મહિલાઓની વધી રહેલી ભાગીદારીનો પરિચય આપ્યો હતો. દીપદર્શન સ્કૂલના પિ્રન્સિપાલ સુહાસિની પરમારે મહિલા પર્વતારોહક એવા પદ્મશ્રી અરૂણિમા સિન્હાના જીવન સંધર્ષનો ખ્યાલ આપી, રાઉટ ટુ એજ્યુકેશન માટે સંધર્ષ કરનારી અને નોબેલ પીસ પ્રાઇઝ વિજેતા પાકિસ્તાનની યુવતિ મલાલા યુસુફઝઇના જીવન સંધર્ષથી પણ સૌને અવગત કરાવ્ય જિલ્લામાં તા.૧લી ઓગષ્ટથી શરૂ થયેલા મહિલા સશક્તિકરણ પખવાડિયાનાં ઉજવણી કાર્યક્રમના ભાગરૂપે આયોજિત મહિલા શિક્ષણ દિવસના કાર્યક્રમ દરમિયાન, સરકારી વાણિજ્ય અને વિનિયન કૉલેજના સભાખંડમાં કૉલેજની વિઘાર્થીનીઓ સહિત વિજ્ઞાન કૉલેજની વિઘાર્થીનીઓ, મહિલા પ્રાધ્યાપિકાઓ, શિક્ષિકાઓ, સ્થાનિક મીડિયાકર્મીઓ, માહિતી વિભાગની ટીમ સહિત જિલ્લા વિકાસ અધિકારી શ્રી જે.ડી.પટેલ, પ્રાયોજના વહિવટદાર શ્રી એસ.બી.ચૌધરી, સાયન્સ કૉલેજના પિ્રન્સિપાલ શ્રી ટંડેલ સહિત જુદી જુદી શૈક્ષણિક સંસ્થાના પ્રતિનિધિઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં મહાનુભાવોના હસ્તે કૉલેજ કેમ્પસમાં બાળવૃક્ષોનું વાવેતર કરવા સાથે કોલેજ કન્યાઓને એક એક બાળવૃક્ષ અર્પણ કરી, તેનુ જતન અને સંવર્ધન કરવાનો સંદેશ પણ પાઠવાયો હતો.

પ્રાધ્યાપિકા હિતાક્ષીબેનના શાબ્દિક સ્વાગત સાથે શરૂ થયેલા કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોને પુષ્પગુચ્છ અને પુસ્તકથી આવકારાયા હતા. દીપ પ્રાગટય અને પ્રાર્થના સાથે આયોજિત કાર્યક્રમના અંતે કૉલેજના પિ્રન્સિપાલશ્રી ડૉ.કાશીરામ ભોયે દ્વારા આભારવિધી રજુ કરવામાં આવી હતી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY