દાહોદ જિ.માં સરકારી શાળાઓની શિક્ષિકાઓને સાડીમાંથી મુકિત અપાઇ

0
15

દાહોદ,તા.૩
દાહોદ જિલ્લામાં જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અંતર્ગત પ્રાથમિક શાળાઓ ચાલે છે. ત્યારે શિક્ષણ સમિતિએ શિક્ષિકાઓ માટે ફરજીયાત સાડી પહેરવાના ઠરાવમાંથી મુકિત આપી દીધી છે. અગાઉ દાહોદ જિલ્લામાં ફરજીયાત સાડી પહેરીને આવવાની ફરજ પડાતા વિરોધનો વંટોળ ઉભો થયો હતો, અને આખરે જિલ્લા પ્રા. શિ.અધિકારી શિક્ષિકો બહેનોને સાડીમાંથી મુકિત આપી છે. હવે શિક્ષિકા બહેનોને શિક્ષિકા તરીકે છાજે તેવો પહેરવેશ પહેરવા જિલ્લા પ્રા. શિ.અધિકારીઓએ સુચના આપી છે.
તમને જણાવી દઇએ કે, દાહોદ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્તક ૧૬૫૦ જેટલી સરકારી પ્રાથમિક શાળાઓ કાર્યરત છે. જેમાં કુલ ૧૧,૨૪૨ જેટલા શિક્ષકો પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવે છે, જેમાં ૪૩૭૦ જેટલી શિક્ષકાઓનો સમાવેશ થાય છે.
અગ્રાઉ સમગ્ર જિલ્લામાં શિક્ષકો કે શિક્ષિકાઓ માટે કોઇ પણ પ્રકારનો ગણવેશ નક્કી કરવામાં આવ્યો નથી કે તેવો કોઇ પરિપત્રમાં પણ ઉલ્લેખ કરાયેલો નથી. તેમ છતાં મોટે ભાગે શાળામાં શિક્ષકો પેન્ટ શર્ટ અને શિક્ષિકાઓ સાડી પહેરીને ફરજ બજાવવા આવતા હોય છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY